હવે કંગના રનૌતે આપ્યો ઉર્ફીનો સાથ, કહી દીધી આ વાત
બોલીવુડની ધાકડ ક્વીન કંગના રનૌતે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેર કરી છે. અભિનેત્રી કંગના રાનૌતે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે બાદ ટ્રોલર્સ ગેંગ તેની ક્લાસ લીધી હતી.
બોલીવુડની ધાકડ ક્વીન કંગના રનૌતે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેર કરી છે. અભિનેત્રી કંગના રાનૌતે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે બાદ ટ્રોલર્સ ગેંગ તેની ક્લાસ લીધી હતી. આ તસવીરને શેર કરીને મહિલાઓના કપડા પર કોમેન્ટ કરતા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
અભીનેત્રીએ આ વાત પોતાના ન્યૂડ બ્રાલેટ ટોપ પહેરેલી તસવીરો શેર કરી હતી. જેના કારણે તે પોતે જ ખરાબ રીતે ટ્રોલ થઇ હતી. ઘણા યુઝર્સને તેનો ઇશારો ઉર્ફી તરફ હોવાનું માની રહ્યા છે.
અભિનેત્રીએ શેર કર્યા બોલ્ડ ફોટોસ
અભિનેત્રી કંગના રનૌતે તેની આ તસવીરો શેર કરી અને લખ્યું કે, લોકો માત્ર એ વાત પર ભાર મૂકે છે કે, સ્ત્રી શું પહેરે છે અથવા શુંપહેરવાનું ભૂલી જાય છે... તે સંપૂર્ણપણે તેની પસંદગી છે. તમારે આ સાથે કોઈ લેવાદેવા નથી.
અભિનેત્રી કંગના રનૌતે બીજી તસવીર શેરકરી અને કહ્યું, મને લાગે છે કે, મેં મારો પક્ષ રાખ્યો છે અને હવે હું ઓફિસ જાઉં છું, બાય.
શું કંગનાએ ઉર્ફીને આપ્યું સમર્થન ?
કંગના રનૌતની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ચાહકોમાં ચર્ચા ફેલાવી છે. લોકો આશ્ચર્યમાં છે કે અભિનેત્રીએ આ વાત કેમ લખી છે. અભિનેત્રી કંગનારનૌતની આ પોસ્ટ વાંચ્યા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે અભિનેત્રીએ આ ટિપ્પણી સાથે ઉર્ફી જાવેદનું સમર્થન કર્યું છે.

કંગનાની અપકમિંગ ફિલ્મ
અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ ઈમરજન્સી માં વ્યસ્ત છે. જે આવતા વર્ષે 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
