શાહરૂખની થઇ કામનાપૂર્તિ, જાણો SRKએ પોતાના પુત્ર વિશે શું કરી હતી ભવિષ્યવાણી?
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અટકાયત કરવામાં આવી છે. NCBની ટીમે શનિવારના રોજ મોડી રાત્રે મુંબઈમાં ક્રૂઝ પર રેડ કરી હતી.
મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અટકાયત કરવામાં આવી છે. NCBની ટીમે શનિવારના રોજ મોડી રાત્રે મુંબઈમાં ક્રૂઝ પર રેડ કરી હતી, ત્યારે આર્યન ખાન પણ ચાલી રહેલી રેવ પાર્ટીમાં હાજર હતો, ત્યારબાદ NCBએ તેને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે આર્યન ખાનનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, તેનો ફોન અને ચેટની તપાસ કરવામાં આવી રહી છે. NCB તેની મેડિકલ કરાવવાની પણ તૈયારી કરી રહી છે. આવા સમયે રેવ પાર્ટી કેસમાં આર્યન ખાનનું નામ સામે આવ્યા બાદ શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શાહરૂખ ખાનનો જૂનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
કિંગ ખાનની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જ્યારે રેવ પાર્ટી અને ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવે છે. લોકો જૂદી જૂદી રીતે ટિપ્પણી કરી રહ્યા છે. આવા સમયે NCBએ ડ્રગ્સ કેસમાં આર્યનને કસ્ટડીમાં લીધા બાદ શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિમી ગ્રોવરના ટોક શોમાં પહોંચેલા શાહરૂખ ખાને તેના પુત્રના ઉછેર વિશે ઘણું કહ્યું હતું, જેના વિશે લોકો હવે તેને ટ્રોલ કરી રહ્યા છે.
હું ઈચ્છું છું કે, દીકરો ડ્રગ્સ લે
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને વર્ષ 1997માં સિમી ગ્રેવાલના ટોક શો દરમિયાન કહ્યું હતું કે, તે ઇચ્છે છે કે તેનો પુત્ર તે બધું કરે જે તે કિશોરાવસ્થામાં ન કરી શકે. તેની સાથે તેની પત્ની ગૌરી ખાન પણ ઇન્ટરવ્યૂમાં હતી. સિમી ગ્રેવાલે તેમને પૂછ્યું હતું કે, તેઓ તેમના પુત્ર આર્યનનો ઉછેર કેવી રીતે કરશે.

શાહરુખે હાસ્ય સાથે જવાબ આપ્યો કે, તે ઈચ્છે છે કે તેનો પુત્ર તે બધી વસ્તુઓ કરે જે તે કિશોરાવસ્થામાં ન કરી શકતો નથી. જ્યારે આર્યન ત્રણ ચાર વર્ષનો થઈ જશે, ત્યારે હું તેને કહીશ કે, તે તમામ કામ કરી શકે છે. તે છોકરીઓની પાછળ દોડી શકે છે, ડ્રગ્સ લઈ શકે છે, સેક્સ કરી શકે છે. હું ઈચ્છું છું કે, તે આ બધું જલ્દીથી શરૂ કરે, જે હું ક્યારેય કરી શક્યો ન હતો.

લોકો બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, સ્ટાર કિડ આર્યન ખાને 'કભી ખુશી કભી ગમ'માં બાળ કલાકારની ભૂમિકા ભજવી છે. તેણે ધ ઈનક્રેડિબલ્સ અને ધ લાયન કિંગ જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. આર્યન ખાનને ધ લાયન કિંગમાં સિમ્બાના અવાજ માટે બેસ્ટ ડબિંગ ચાઇલ્ડ વોઇસ આર્ટિસ્ટ (મેલ)નો એવોર્ડ પણ મળ્યો હતો. આર્યન તેના પિતા શાહરુખ ખાનને દેખાવ અને સ્ટાઇલમાં પાછળ છોડી દે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લોકો આર્યનના બોલીવુડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલા તેનું નામ ડ્રગના કેસમાં સંડોવાઇ ગયું છે, જે બાદ તેની મુશ્કેલી વધી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
