For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ના બાળ કલાકાર રાહુલ કોલીનુ નિધન

ઑસ્કરમાં આ વર્ષે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શો(ધ લાસ્ટ ફિલ્મ)ના બાળ કલાકાર રાહુલ કોલીનુ 10 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઑસ્કરમાં આ વર્ષે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શો(ધ લાસ્ટ ફિલ્મ)ના બાળ કલાકાર રાહુલ કોલીનુ 10 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. રાહુલ કોલીનુ મોત લ્યુકેમિયા બિમારીના કારણે 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હૉસ્પિટલમાં થઈ ગયુ. રાહુલના પરિવારે ગુજરાતના જામનગર પાસે પોતાના પૈતૃક હાપા ગામમાં સોમવારે તેના માટે પ્રાર્થના સભા કરી. 14 ઓક્ટોબરે ફિલ્મની રિલીઝ પહેલા રાહુલના નિધનથી સહુ કોઈ દુઃખમાં છે.

the last show

તમને જણાવી દઈએ કે રાહુલ કોલીના પિતા રામૂ રિક્ષા ચલાવે છે. તે પોતાના ઘરમાં ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટા હતા. દીકરાના નિધનની માહિતી શેર કરીને પિતાએ કહ્યુ કે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો. ત્યારબાદ તેના વારંવાર તાવ આવવા લાગ્યો. થોડા સમય પછી તેને લોહીની ઉલટી થવા લાગી. ત્રણ વાર લોહીની ઉલટી કર્યા બાદ મારો દીકરો ના બચી શક્યો.

પિતા રામૂએ કહ્યુ કે તે ઘણીવાર ખુશ થઈને મને કહેતો હતો કે 14 ઓક્ટોબર બાદ આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ એ પહેલા જ એ અમને છોડીને જતો રહ્યો. અમારો પરિવાર બરબાદ થઈ ગયો. પરંતુ અમે તેની છેલ્લો શો 14 ઓક્ટોબરના રોજ એક સાથે જોઈશુ.

ફિલ્મ છેલ્લો શો 95માં ઑસ્કાર અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. એવામાં મેકર્સે ખુશ થઈને તેના દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મનો યુએસ-બેઝ્ડ નિર્દેશક પેન નલિને ડાયરેક્ટ કરી છે. ફિલ્મની કહાની તેની ખુદની જિંદગીથી પ્રેરિત છે.

તમને જણાવી દઈએ કે છેલ્લો શો ફિલ્મને ઑસ્કરમાં બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરી માટે મોકલવામાં આવી છે. ચેન્નઈમાં ફિલ્મનુ સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યુ હતુ. ફિલ્મનુ નિર્માણ પાલ નલિને પોતાની કંપની મૉનસૂન ફિલ્મના પ્રોડક્શન હેઠળ કર્યુ છે.

English summary
Oscar nominated film 'Chhello Show' child actor Rahul Koli passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X