સાહો બાદ પ્રભાસ પૂજા હેગડે સાથે બનાવશે એક રોમેંટિક લવસ્ટોરી
પ્રભાસ હવે ગ્લોબસ સ્ટાર બની ચૂક્યા છે, જેથી તેઓ જે પણ કરે છે તેના પર લોકોની નજર હોય છે. આજકાલ પ્રભાસ પોતાની ફિલ્મ 'સાહો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
પ્રભાસ હવે ગ્લોબસ સ્ટાર બની ચૂક્યા છે, જેથી તેઓ જે પણ કરે છે તેના પર લોકોની નજર હોય છે. આજકાલ પ્રભાસ પોતાની ફિલ્મ 'સાહો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જો કે તેમને પોતાની આગામી ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ખબર કંઈક એવી છે કે પ્રભાસ પોતાના હોમ પ્રોડક્શન બેનર હેઠળ એક રોમેંટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
આ ફિલ્મમાં પ્રભાસનો સાથ આપશે મોહેન્જોદડોથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે. ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી છે અને તેલુગુ સાથે હિંદીમાં પણ આ ફિલ્મ બનશે. એટલે કે પ્રભાસના હિંદી ફોલોવર્સ ફેનમાં પણ ઘણો વધારો થયો છે. પ્રભાસે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે બધો જ આધાર 'સાહો' પર છે. આ ફિલ્મથી પ્રભાસને ઘણી અપેક્ષા છે. જેમાં સૌથી વધુ અપેક્ષા તેમના ઉત્તરના દર્શકોથી છે. જો ઉત્તર ભારતના દર્શકોએ પ્રભાસની આ ફિલ્મનો દીલ ખોલીને સ્વીકાર કર્યો તો આગળ પણ તેઓ હિંદી દર્શકો માટે ફિલ્મો કરતા રહેશે.

350 કરોડ બજેટવાળી ફિલ્મ સાહો
તમને જણાવી દઈએ કે સાહોનું બજેટ 350 કરોડ છે અને જેથી ફિલ્મ દર્શકોથી ઘણી અપેક્ષા પણ રખાઈ રહી છે. આટલા મોટા બજેટમાં પ્રભાસ શું લઈને આવી રહ્યા છે તે જોવું ઘણું રસપ્રદ રહેશે. આમ તો પૂજા હેગડે, પ્રભાસ સાથે આગામી ફિલ્મ કરી રહી છે પણ તેમણે પ્રભાસની સાહો માટે પણ એપ્રોચ કરવાનો પ્લાન કર્યો હતો.

શ્રદ્ધા કપૂરના હાથમાં આવી બાજી
'સાહો' માટે હિરોઈનોનું લિસ્ટ ઘણું લાંબુ હતુ પણ અંતે આ બાજી શ્રદ્ધા કપૂરના હાથમાં આવી. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પ્રભાસના ખભેથી ખભા મિલાવી એક્શન સીન કરતી જોવા મળશે. શ્રદ્ધાનું નામ ફિલ્મમાં ઘણું સમજી-વિચારીને ફાઈનલ કરાયુ હતુ.

અનુષ્કા શેટ્ટી હતા ડિમાંડમાં
લોકોની આ ફિલ્મ માટે પ્રભાસની હિરોઈન તરીકે અનુષ્કા શેટ્ટીની માંગ હતી. કારણ કે બાહુબલી ફિલ્મમાં આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એવું પણ સંભળાય છે કે આ ફિલ્મ માં અત્યંત ગ્લેમર એક્ટ્રેસને લેવાની હતી અને અનુષ્કાના વધતા વજનને કારણે આ ફિલ્મ તેમના હાથમાંથી જતી રહી.

સોનમ કપૂર
એટલું જ નહિં આ ફિલ્મ માટે સોનમ કપૂરનું નામ પણ ચર્ચામાં હતુ પણ કોઈ કારણે આ વાત ઠંડી પડી ગઈ.

પૂજા હેગડે
પૂજા હેગડે બોલીવુડમાં ઋત્વિક રોશન સાથે મોહેન્જોદડોમાં કામ કરી ચૂકી છે. તેમનું નામ ઘણા સમય સુધી સાહો ફિલ્મ સાથે જોડાયેલું રહ્યુ.

કેટરિના કૈફ
સૌથી પહેલા કેટરિનાનું નામ સામે આવ્યુ હતુ, જો કે પછી કેટરિના પાસે આ ઓફર પહોંચી નહિં અથવા કેટરિનાએ આ ઓફરને રિજેક્ટ કરી દીધી.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા પણ આ રોલ માટે મેકર્સને પસંદ હતી પણ તમન્નાએ આ ફિલ્મ સાઈન કેમ ન કરી તે કોઈ જાણતુ નથી.

દિપિકા પાદુકોણ
આ લિસ્ટમાં દિપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યુ હતુ. જો કે ડેટ્સ ન હોવાને કારણે દિપિકાએ આ ફિલ્મ સાઈન કરી નહીં.
આ પણ જુઓ: જેકલીન ફર્નાન્ડીઝે પ્રભાસને બેડ બોય બનાવવા કરોડોની ફી લીધી, હોશ ઉડી જશે
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
