Prabhas-Anushka Wedding: અનુષ્કા શેટ્ટી સાથે પ્રભાસે કરી લીધા લગ્ન, જાણો વાયરલ ફોટોની હકીકત

Prabhas-Anushka Wedding: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાલાર 22 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થવાની છે. વર્તમાન સમયમાં એક્ટર પ્રભાસ પોતાની ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહ્યો છે.

આ વચ્ચે સોશિયલ મીડિયામાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની તસવીર વયરલ થઇ રહી છે. જેમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી વર વધુના કપડામાં જોવા મળી રહ્યા છે. પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના લગ્નની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા.

Prabhas-Anushka Wedding

લોકોને લાગતું હતું કે, અભિનેતાએ અચાનક ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. આ સિવાય કપલની દીકરીની તસવીર પણ વાયરલ થઈ રહી છે. આ જોઈને ચાહકો થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ ઉલ્લેખનીય છે કે, પ્રભાસ અને અનુષ્કાની આ તસવીરો AI દ્વારા જનરેટ કરવામાં આવી છે.

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના લગ્નની તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવી હતી. આ તસવીરોમાં બંને લગ્નના ડ્રેસમાં એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પણ, તેનો ફેમિલી ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ફોટામાં કપલની દીકરી એકદમ મોટી દેખાઈ રહી છે. આ વાયરલ તસવીરોને ફેન્સ ક્યૂટ કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રભાસે પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે, અનુષ્કા સાથે તેની સારી બોન્ડિંગ છે. બંને હંમેશા એકબીજાની મુશ્કેલીઓમાં સાથે ઉભા રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંને એકબીજાની ખૂબ નજીક છે, પરંતુ તેણે સંબંધની વાત સ્વીકારી ન હતી. આવી સ્થિતિમાં, ચાહકોએ AI દ્વારા ફોટો બનાવીને તેમના લગ્ન કર્યા હતા.

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના નામ છેલ્લા કેટલાક સમયથી સતત જોડાઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ચાહકો માટે આ કોઈ સરપ્રાઈઝથી ઓછું ન હતું. અનુષ્કા અને પ્રભાસે એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી 2માં સાથે કામ કર્યું હતું. જે પછી તેમના લગ્નની અફવા ફેલાવા લાગી હતી.

બંનેએ ક્યારેય તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આ તસવીરો પરથી સ્પષ્ટપણે જોવા મળે છે કે, ચાહકો બંનેને હંમેશા માટે સાથે જોવા માંગે છે. હાલમાં બંને પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X