Pushpa 2 Teaser પુષ્પા ધ રૂલ ના ફેન્સ માટે ખુશ ખબર, વીડિયોમાં થયો ખુલાસો

Pushpa 2 Teaser એક્ટર અલ્લુ અર્જૂન હાલ પોતાની આગામી ફિલ્મ પુષ્પા 2ને કારણે ઘણો ચર્ચામાં રહે છે. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બે વર્ષ પહેલા અલ્લુ અર્જૂન ફિલ્મ પુષ્પા દ્વારા ફેન્સના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સાથે તેણે આ ફિલ્મ દ્વારા લોકોમાં પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો થયો છે.

Pushpa 2 Teaser

આ વચ્ચે હવે બધા અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' (Pushpa 2 Teaser) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે પુષ્પા ધ રૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

7મી એપ્રિલે રિલીઝ થશે ટીઝર

ફિલ્મ નિર્માતાઓએ 'પુષ્પા 2' (Pushpa 2 Teaser) વિશે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુનની ઝલક જોવા મળી રહી છે.

20 સેકન્ડના આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, પુષ્પા તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે. તે અત્યારે ક્યાં છે, તેનું સરનામું 7મી એપ્રિલે સાંજે 4 કલાકે જાણવા મળશે. ટીઝર સાથે લખવામાં આવ્યું છે કે, The search ends soon.

અલ્લુ અર્જુન અને 'પુષ્પા ધ રૂલ' (Pushpa 2 Teaser) સોશિયલ મીડિયા પર ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ વીડિયો પછી પુષ્પા 2ને લઈને ચાહકોમાં ઉત્તેજના વધુ વધી ગઈ છે.

બોલીવુડ કલાકારોની એન્ટ્રી

મળતા અહેવાલો અનુસાર, પુષ્પા ફિલ્મના નિર્દેશક પુષ્પા 2 (Pushpa 2 Teaser) ની સ્ટાર કાસ્ટમાં કેટલાક મોટા નામોને સામેલ કરવા જઈ રહ્યા છે. આ યાદીમાં બોલીવુડના સુપરસ્ટાર્સના નામ સામેલ છે. આ લિસ્ટમાં સલમાન ખાન અને અજય દેવગનનું નામ સામે આવ્યું છે. જોકે, ફિલ્મના મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

'પુષ્પા' એ મચાવી રહી છે ધુમ

ફિલ્મ પુષ્પાએ સ્ક્રીન પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પુષ્પા ફિલ્મના ગીતોથી લઈને એક્શન સીન અને ડાયલોગ્સ બધું જ ધમાકેદાર હતું. લોકો આજ સુધી આ ફિલ્મના ડાયલોગ્સ રિપીટ કરતા રહે છે. જો પુષ્પાના બજેટની વાત કરીએ, તો ફિલ્મનું બજેટ 200-250 કરોડ હતું. આવા સમયે પુષ્પા 2 (Pushpa 2 Teaser) નું બજેટ 350 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X