Pushpa 2 Trailer : પુષ્પા 2નું ટ્રેલર થયું રીલિઝ, જાણો ક્યાં છે પુષ્પા?
Pushpa 2 Trailer : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂન હાલના સમયે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. અલ્લુ અર્જૂનની મોસ્ટ અવેઇટિંગ ફિલ્મ પુષ્પા ધ રૂલનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલર જોઇને લોકોની અતુરતા વધી ગઇ છે. પુષ્પાના પહેલા ભાગે દર્શકોમાં એક ફીવર ઉભો કર્યો છે. જે પુષ્પા 2 માટે વધી રહ્યો છે.
આ વચ્ચે થોડા સમય પહેલા જ ફિલ્મ પુષ્પા 2 નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2 - ધ રૂલ'નું પાવરફુલ ટ્રેલર 7 એપ્રિલના રોજ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોયા બાદ અભિનેતાના ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ફિલ્મ પુષ્પા 2 નું ટ્રેલર રીલિઝ
ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પુષ્પા - ધ રૂલ ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્તેજના છે. બે વર્ષ પહેલા અલ્લુ અર્જૂને ફિલ્મ પુષ્પા દ્વારા ચાહકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી હતી. ત્યારથી લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, 8 એપ્રિલ, 2023ના રોજ ફિલ્મ પુષ્પાના લીડ હીરો અલ્લુ અર્જનનો જન્મદિવસ છે. તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું ટ્રેલર તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે.
પોલીસે પુષ્પાને મારી 8 ગોળી
3 મિનિટ 14 સેકન્ડના આ ટ્રેલરમાં દરેક લોકો ફિલ્મના મુખ્ય પાત્ર પુષ્પાને શોધતા જોવા મળે છે. પુષ્પા માટે આખા શહેરમાં તોફાનો ફાટી નીકળે છે, પરંતુ પોલીસ પુષ્પાને ક્યાંય શોધી શકતી નથી.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે, પુષ્પાને પોલીસે 8 વખત ગોળી મારી હતી, પરંતુ તેની લાશ કોઈને મળી નથી. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે, પુષ્પા હવે મરી ગયો છે. આ દરમિયાન અચાનક એક ટીવી ચેનલ પર સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવે છે. આ ફૂટેજ જંગલના છે, જ્યાં સિંહો પર નજર રાખવા માટે છૂપાયેલા કેમેરા લગાવવામાં આવ્યા છે.
કેમેરામાં કેદ થયો પુષ્પા
એક કેમેરામાં એક ફૂટેજ કેદ થયો છે, જેમાં જોવા મળે છે કે, સિંહ એક વ્યક્તિને જોઈને પાછળ ફરે છે. જે બાદ વીડિયોમાં જોવા મળે છે કે, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પુષ્પા પોતે છે. આ ફૂટેજ જોયા બાદ પુષ્પાના ચાહકો આનંદથી નાચવા લાગે છે. જે બાદ અલ્લુ અર્જૂન કહે છે કે, અબ પુષ્પા કા રૂલ ચલેગા.
પુષ્પા 2ના ટ્રેલરના અંતમાં અલ્લુ અર્જૂન માટે હેપ્પી બર્થ ડે લખવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર હિન્દી, તેલુગુ, મલયાલમ અને તમિલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. લોકો હવે પુષ્પા ધ રૂલ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
