રકુલ પ્રીતે માણી પૂલમાં મજા, સ્વિમસ્યુટમાં વીડિયો શેર કર્યો

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. તેની તસવીરો ઘણીવાર વાયરલ પણ થાય છે. આ વખતે તે તેના સ્વિમસૂટ વીડિયોને કારણે ચર્ચામાં છે.

મુંબઈ : અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. તેની તસવીરો ઘણીવાર વાયરલ પણ થાય છે. આ વખતે તે તેના સ્વિમસૂટ વીડિયોને કારણે ચર્ચામાં છે. રાત્રે પૂલમાં મસ્તી કરવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

rakul preet singh

રકુલે બે વીડિયો શેર કર્યા

રકુલે બે વીડિયો શેર કર્યા

રકુલ પ્રીત સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાંથી એકમાં તે કાળા-સફેદ સ્વિમસ્યુટમાં પૂલની બાજુમાં પગ ઉભા રાખીને પાણીમાં રમી રહીછે.

બીજા વીડિયોમાં તે લાલ સ્વિમસ્યુટ પહેરીને પૂલમાં કૂદતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા રકુલપ્રીત સિંહે કેપ્શનમાં લખ્યું કે, મને માસ્ક ફ્રી હોલિ ડે પર પાછાલઈ જાઓ #waterbaby.

અંગત જીવન વિશે પણ ચર્ચામાં રકુલ

અંગત જીવન વિશે પણ ચર્ચામાં રકુલ

રકુલ પ્રીત તાજેતરના સમયમાં તેના કામ કરતાં તેના અંગત જીવન માટે વધારે ચર્ચામાં છે. રકુલ પ્રિતે તાજેતરમાં જ તેના જન્મદિવસ પર જેકી ભગનાની સાથેનાતેના સંબંધોનો ખુલાસો કર્યો હતો અને તેના માટે લખેલી પોસ્ટમાં લખ્યું હતું કે, મારા જીવનમાં રંગ ઉમેરવા અને મને અવિરત હસાવવા બદલ આભાર. રકુલ પ્રીતે એમપણ લખ્યું કે, મારે જેકી ભગનાની સાથે વધુ યાદો બનાવવી છે.

રકુલ અક્ષય કુમાર સાથે જોવા મળશે

રકુલ અક્ષય કુમાર સાથે જોવા મળશે

રકુલ પ્રીત સિંહે તાજેતરમાં અક્ષય કુમાર સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેણે હિમાંશ કોહલીની સામે દિવ્યા ખોસલાની પહેલી ફિલ્મ યારિયાંથી હિન્દી ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ એક કોલેજ જતી છોકરીના રોલમાં દેખાઇ હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

રકુલ પાસે ઘણી ફિલ્મો છે

રકુલ પ્રીત હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. સાઉથ સિવાય રકુલ પ્રીત સિંહ પાસે ઘણી હિન્દી ફિલ્મો છે. આમાં દે દાના દે બાદ, અજય દેવગણ સાથે વધુબે ફિલ્મો છે - મેડ અને થેંક ગોડ. થેંક ગોડમાં રકુલ ત્રીજી વખત સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે જોવા મળશે.

આ અગાઉ તે સિદ્ધાર્થ સાથે અય્યારી અને મરજાવાનમાં જોવામળી હતી. આ સિવાય રકુલ પ્રીત સિંહ આયુષ્માન ખુરાના સાથે સોશિયલ કોમેડી ડોક્ટર જી અને અક્ષય કુમાર સાથે ક્રાઈમ થ્રિલર મિશન સિન્ડ્રેલામાં જોવા મળશે. જોનઅબ્રાહમ સ્ટારર એટેકમાં પણ રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X