For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rohit Shetty Accident : શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટી થયો ઘાયલ, હૈદરાબાદની હોસ્પિટલમાં કરાયો દાખલ

સિરીઝનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું હતું. આવા સમયે સેટ પર એક અકસ્માતમાં રોહિત શેટ્ટી ઘાયલ થઈ ગયો હતો. જે બાદ તેની હોસ્પિટલમાં એક નાની સર્જરી પણ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

Rohit Shetty Accident : રોહિત શેટ્ટી બોલીવુડના મોટા ડાયરેક્ટર છે. જેઓ હાલ હૈદરાબાદમાં શુટિંગ કરી રહ્યા છે. જ્યાં શુટિંગ દરમિયાન તેમને ઘાયલ થયા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કાર સીન દરમિયાન તેમના હાથ પર ઇજા પહોંચી હતી. જે બાદ તેમણે હૈદરાબાદની કામિનેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પોલીસ ફોર્સ શૂટિંગમાં વ્યસ્ત

ઇન્ડિયન પોલીસ ફોર્સ શૂટિંગમાં વ્યસ્ત

હાલમાં રોહિત શેટ્ટી તેમની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલીવાર છે, જ્યારે તે OTT માટે વેબ સિરીઝનુંનિર્દેશન કરી રહ્યા છે.

આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય, શિલ્પા શેટ્ટી જેવા કલાકારો જોવા મળશે, જેનો ફર્સ્ટ લૂક પહેલા જરિલીઝ થઈ ગયો છે.

વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અકસ્માત

વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અકસ્માત

કહેવામાં આવી રહ્યું છે કે, આ સિરીઝનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું હતું. આવા સમયે સેટ પર એક અકસ્માતમાં રોહિત શેટ્ટી ઘાયલ થઈગયા હતા.

જે બાદ તેની હોસ્પિટલમાં એક નાની સર્જરી પણ કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે અને તેમનેરજા પણ આપી દેવામાં આવી હોવાનું કહેવાય છે.

2023માં ઘણી ફિલ્મો રિલીઝ થશે

2023માં ઘણી ફિલ્મો રિલીઝ થશે

હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ રીલિઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી ન હતી. આવા સમયે રોહિત શેટ્ટીને2023 થી ઘણી આશા છે.

સિંઘમ 3, ઈન્ડિયન પોલીસ ફોર્સ સિરીઝ, સૂર્યવંશી 2 અને ગોલમાલ 5 જેવી તેની ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ શકેછે. જ્યારે ગોલમાલ હિટ સિરીઝ હતી, ત્યારે સિંઘમના બંને ભાગ પણ સફળ રહ્યા હતા. અક્ષય કુમાર સ્ટારર સૂર્યવંશી પણ હિટ રહી હતી.

English summary
Rohit Shetty Accident : Rohit Shetty injured during shooting, admitted to hospital in Hyderabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X