• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખ ખાને કરોડોમાં વેચી દીધો પોતાનો બંગલો મન્નત, ભારત છોડીને દુબઈ રહેવાની કરી તૈયારી?

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મીડિયા રિપોર્ટસની માનીએ તો શાહરુખ ખાન ભારત છોડવાની તૈયારી કરવા જઈ રહ્યા છે. આ રિપોર્ટ મુજબ શાહરુખ ખાને પોતાના બંગલા મન્નતને કરોડોમાં વેચી દીધો છે અને હવે શાહરુખ ખાન ભારત છોડીને દુબઈમાં રહેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. મન્નતને લઈને શાહરુખ ખાનની આ ડીલ ફાઈનલ થઈ છે. 150 કરોડમાં. એટલુ જ નહિ માનવામાં આવી રહ્યુ છે કે શાહરુખ ખાનનો બંગલો મન્નત જેણે ખરીદ્યો છે તે બાબા સિદ્દીકીની ખૂબ જ નજીકનો વ્યક્તિ છે. આ સમાચારની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

જો કે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર જ્યારે શાહરુખ ખાનને એક ફેને એમ જ પૂછી લીધુ હતુ કે શું તે મન્નત વેચશે તો શાહરુખ ખાને જવાબ આપ્યો હતો કે, મન્નત માંગવામાં આવે છે, વેચવામાં કે ખરીદવામાં નથી આવતી. જે દિવસે આ શીખી જશો, જિંદગીમાં કંઈક કરી લેશો.

શું છે શાહરુખ ખાનનો પ્લાન

શું છે શાહરુખ ખાનનો પ્લાન

રિપોર્ટસમાં એ તો નક્કી છે કે શાહરુખ ખાને મન્નત સાથે એક ડીલ કરી લીધી છે પરંતુ શું શાહરુખ ખાન ભારત હંમેશા માટે છોડવાના છે કે પછી તે નવી પ્રોપર્ટી લેવાના છે કે પોતાની બીજી કોઈ પ્રોપર્ટીમાં રહેવાના છે તેની પુષ્ટિ થઈ નથી. અલીબાગમાં પણ શાહરુખ ખાનનુ ફાર્મહાઉસ છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સીનિયર અભિનેતા છે જે પોતાના ફાર્મહાઉસમાં જ પોતાનો મોટાભાગનો સમય કાઢે છે. આમિર ખાન જ્યાં પોતાનો સમય મુંબઈથી વધુ પંચગનીમાં વિતાવે છે ત્યાં જેકી શ્રોફ અને સલમાન ખાન પણ ઘણી વાર પોતાનો સમય પોતાના ફાર્મ હાઉસ પર ખેતી કરીને પસાર કરે છે.

વર્ષો પહેલા ખરીદ્યો હતો મન્નત બંગલો

વર્ષો પહેલા ખરીદ્યો હતો મન્નત બંગલો

શાહરુખ ખાને મન્નત વર્ષો પહેલા 13 કરોડમાં ખરીદ્યો હતો. 2001માં શાહરુખ ખાને આ બંગલો ખરીદ્યો જે 6000 વર્ગ ફૂટાં ફેલાયેલો હતો. આ બંગલાને તૈયાર થવામાં 4 વર્ષ લાગ્યા હતા ત્યારબાદ શાહરુખ ખાન પરિવાર સાથે આ બંગલામાં રહેવા લાગ્યા હતા. મન્નતમાં ઘણા ફેમિલી અપાર્ટમેન્ટ્સ છે અને તે સંપૂર્ણપણે સંગેમરમરનો બનેલો છે. ફેન્સ મુંબઈમાં મન્નત જોવા જરૂર જાય છે.

ઘણી વાર થયુ છે શૂટિંગ

ઘણી વાર થયુ છે શૂટિંગ

શાહરુખ ખાને પોતાના બંગલા મન્નતમાં ઘણી વાર શૂટિંગ કર્યુ છે. તેમની ફિલ્મ ફેન મન્નતમાં જ શૂટ થઈ હતી. વળી, હાલમાં કરણ જોહરના શો Fabulous Lives of Bollywood Wivesના અમુક ભાગ પણ મન્નતમાં જ શૂટ થયા હતા. શાહરુખ ખાન મન્નતના એક અપાર્ટમેન્ટના 5 બેડરુમ હિસ્સામાં રહે છે. બંગલામાં અલગથી શાહરુખનના સ્ટાફ માટે પણ ઘર બનેલા છે.

ગૌરી ખાને સજાવ્યુ છે ઘર

ગૌરી ખાને સજાવ્યુ છે ઘર

મન્નતનો એક-એક હિસ્સો ગૌરી ખાનની દેખરેખમાં સજાવવામાં આવ્યો છે. આ કામ માટે ગૌરી ખાનને ચાર વર્ષનો સમય લાગ્યો. ગૌરી ખાન વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઈનર છે. પોતાના ઘર ઉપરાંત તેણે ઘણા મોટા સ્ટાર્સના ઘર અને ઑફિસ ડિઝાઈન કર્યા છે જેમાં રણબીર કપૂરનુ ઘર પણ શામેલ છે.

પરિવાર સાથે સમય પસાર કરવો

પરિવાર સાથે સમય પસાર કરવો

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો ફ્લોપ થયા બાદ શાહરુખ ખાને પોતાના પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માટે અધિકૃત રીતે એક બ્રેક અનાઉન્સ કરી હતી. શાહરુખ ખાન છેલ્લી વાર 2018માં પડદા પર દેખાયા હતા. શાહરુખને પડદા પર પાછા જોવા માટે દર્શકો ઘણા ઉત્સુક છે. જો કે આ દરમિયાન શાહરુખ ખાન પ્રોડ્યુસર તરીકે સક્રિય રહ્યા.

કમબેક વિશે દુવિધા

કમબેક વિશે દુવિધા

પોતાના કમબેકને લઈને શાહરુખ ખાન ઘણી દુવિધામાં હતા. શાહરુખ ખાન પાસે એક નહિ પરંતુ ચાર ફિલ્મોની ઑફર હતી. આમાંથી ફાઈનલ કઈ કરવી તેના માટે ઘણી દુવિધા હતી. ચારે ઑફર બૉલિવુડમાં જાણીતા નિર્દેશકોની હતી. આમાં રાજકુમાર હિરાની, અટલી, સિદ્ધાર્થ આનંદ અને રાજ એન્ડ ડીકે શામેલ હતી. બાદમાં રાજ એન્ડ ડીકેના નામ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા અને ત્રણ નિર્દેશકોમાં રેસ લાગી.

પઠાણથી વાપસી

પઠાણથી વાપસી

રેસ જીતી યશરાજ ફિલ્મસે. શાહરુખ ખાન આદિત્ય ચોપડાની પઠાણથી વાપસી કરી રહ્યા છે જેને ડાયરેક્ટ કરી રહ્યા છે બેંગ બેંક અને વૉર ફેમ સિદ્ધાર્થ આનંદ. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ દેખાશે. વળી, ફિલ્મમાં છે સલમાન ખાનના ટાઈગરના રૂપમાં શાનદાર કેમિયો. ફિલ્મથી શાહરુખ ખાનનો લુક પણ લોકોને ગમ્યો છે.

પઠાણ પછીનો પ્લાન

પઠાણ પછીનો પ્લાન

પઠાણ બાદ શાહરુખ ખાન અટલી કી મસાલા ફિલ્મ પર કામ શરૂ કરશે જેની સ્ટારકાસ્ટ નયનતારા અને પ્રિયામણિ સાથે શાનદર થઈ ચૂકી છે. ત્યારબાદ તે રાજકુમાર હિરાનીની ફિલ્મ પર કામ શરુ કશે. હવે, બસ દર્શકોએ એ જોવાનુ છે કે આ બધી ફિલ્મો શાહરુખ ખાન પોતાના મન્નતમાં રહીને શૂટ કરે છે કે પછી મન્નત વેચીને દુબઈ શિફ્ટ થવાના સમાચારોમાં ખરેખર સચ્ચાઈ છે. શાહરુખ ખાને જ્યારથી ફિલ્મોમાંથી પોતાની બ્રેક અનાઉન્સ કરી ત્યારથી રોજ તેમને લઈને કોઈને કોઈ અફવા ઉડી રહી છે અને હવે મન્નત વેચવાની અફવા સામે આવી છે. જો આ અફવા સાચી હોય તો ફેન્સ માટે મોટા ઝટકો સાબિત થશે.

English summary
Rumors say that Shahrukh Khan has sold his bungalow Mannat, planning to settle in Dubai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X