Sai Pallavi Dance Video: સાઇ પલ્લવીએ કર્યો શીલા કી જવાની પર ડાન્સ, જુઓ અને લખો કેવો લાગ્યો?
Sai Pallavi Dance Video: એક તરફ ફેન્સ સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણની રાહ આતુરતાથી જોઇ રહ્યા છે. તો બીજી તરફ સાઇ પલ્લવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો તેના કોલેજના સમયનો છે, જેમાં તે તીસ માર ખા ફિલ્મના શીલા કી જવાની ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓરિજનલ ગીતમાં કેટરિના કૈફે પોતાના ડાન્સનો જાદુ બતાવ્યો હતો, અને આ વીડિયોમાં સાઈ પલ્લવીએ તેની ડાન્સિંગ સ્કિલ બતાવી છે.
ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સાઈના મિત્રો પણ જોવા મળે છે. આ પહેલીવાર નથી, જ્યારે સાઈનો ડાન્સ વીડિયો વાયરલ થયો હોય.
સાઇ પલ્લવીની બહેન પૂજા કન્નનની જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. આ સગાઈ સેરેમનીમાં સાઈએ ક્રીમ અને પીળી સાડી પહેરી હતી. અહીં પણ તેણે શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેણીની નેચરલ શૈલી એટલી સુંદર છે કે, ચાહકો તેને જોતા જ રહી જાય છે.

થોડા સમય પહેલા ફેલાઇ હતી લગ્નની અફવા - અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા સાઈનો એક વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઈએ રાજકુમાર પેરિયાસામી સાથે લગ્ન કર્યા છે. આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પેજ અને ફેન ક્લબ પર શેર કરવામાં આવ્યો હતો.
જ્યારે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો, તો લોકોએ સાઈને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું.
મામલો એ હદે પહોંચી ગયો કે અંતે સાઈએ ટ્વિટર પર આવીને સ્પષ્ટતા કરવી પડી કે, તેણે લગ્ન કર્યા નથી. બલ્કે, આ તેમની ફિલ્મ SK21 ની પૂજા સમારંભનો વીડિયો છે. જે બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
#SaiPallavi in
— Prabu (@prabumuthiyalu) April 16, 2024
Sheela ki Jawani Song at her College Fest 🥵🥵🥵🥵🥵 pic.twitter.com/0bA6zIb0Rr












Click it and Unblock the Notifications
