સલમાન ખાનને ફરી મળી ધમકી, પોલીસે અભિનેતાના ઘરની બહાર લગાવી કડક સુરક્ષા
બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાને વારંવાર મળી રહી છે. ધમકી, પોલીસ દ્વારા તના ઘરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો.
Salan Khan Security: બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનને લઇને છેલ્લા ઘણા સમયથી ખબર આવી રહી છે કે, તેની જાનને ખતરો છે. આ ખબર આવ્યા બાદ સલમાન ખાનની સીક્યુરિટીને વધારી દેવામાં આવી છે સાથે જ તેના ફેન્સમાં પણ ચિતા જોવા મળી રહી છે. હાલમાં જ ANI દ્વારા કહેવામાં આવ્યુ છેકે, સલમાનને ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. અને આ મામલાને ગંભીરતાથી લઇને પોલીસે સલમાનની સુરક્ષઆ વધારી છે.

ANI એ હાલમાં જ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ઇમેઇલ દ્વાર ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસે અભિનેતા સલમાન ખઆનના ઘરની સુરક્ષા વધારી દિધી છે. બાંદ્રા પોલીસે આઇપીસીની ધારા 506(2),120 (બી) અને 34 અનુસાર મુંબઇ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાર ને રોહિત ગર્ગ પર અભિનેતા સલમાન ખાનના કાર્યલમાં કથીત રુપથી ધમકી ભરેલા ઇમેલ મોકલવાનો આરોપમાં દાખલ કર્યો છે.
તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને લઇને કહ્યુ હતુ કે, અમે સલમાન ખાનનું ઘમંડ તોડી નાખશુ. આગળ તેણે જણાવ્યુ હતુ કે , બ્લેક બક મામલમાં અમારા સમાજના લોકોની માફી માંગી લે, નહી તો તેનો પણ જવાબ આપવામાં આવશે.
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, પંજાબના જાણિતા સિંગર સિદ્દુ મુસેવાલાની મૌતનો આરોપ છે. આ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ મોટો ખુલાસો કર્યો છે. જણાવ્યુ હતુ કે, પોતાના ભાઇના મોતનો બદલો લેવા માટે સિદ્દુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
