સારા અલી ખાન સ્કૂલમાં કરતી હતી ગુંડાગર્દી, આ એક્ટ્રેસને આપી હતી ધમકી

સારા અલી ખાન તેના આગામી રોમેન્ટિક ડ્રામા 'અતરંગી રે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ધનુષ અને અક્ષય કુમાર અભિનિત છે.

સારા અલી ખાન તેના આગામી રોમેન્ટિક ડ્રામા 'અતરંગી રે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ધનુષ અને અક્ષય કુમાર અભિનિત છે. તેના એક પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેણે હાઈસ્કૂલમાં અનન્યા પાંડેને ધમકાવી હતી. વાસ્તવમાં બંને એક્ટ્રેસ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતી હતી. સારા શાળામાં અનન્યાની સિનિયર હતી.

sara ali khan

અનન્યા સાથે આવું કરતી હતી સારા

Mashable India સાથે વાત કરતી વખતે, સારાએ અનન્યા સાથેના તેના શાળાના દિવસો વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે, તે હજુ પણ તેને હેરાન કરે છે. તેણીએ કહ્યું, 'દેખીતી રીતે, હું તેને ધમકી આપતી હતી. પ્રામાણિકપણે, કદાચ મેં ખરેખર તેના પર દાદાગીરી કરી હતી અને હજૂ પણ કરૂ જ છું. અમે તાજેતરમાં લોકમત એવોર્ડમાં ગયા હતા અને હું ઈચ્છતી હતી કે, તે મારી સાથે 'ચકા ચક' કરે, તેથી મેં તેમને સ્ટેજ પર બોલાવી. તે ના પાડી રહી હતી, હું 'આવ આવ' એમ કહેતી રહી. તેથી મને લાગે છે કે, મેં તેની સાથે ફરીથી ગુંડાગીરી કરી હતી.'

વીડિયોમાં જોવા મળે છે બાળપણની કેમેસ્ટ્રી

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે અનન્યા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે તેની જાણીતી શાયરી સ્ટાઇલમાં વીડિયોને કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું, 'ચકચક છોકરીઓ, ઠુમકા અને ટ્વિસ્ટ, સૌથી પ્રિય અનન્યા પાંડે ઝડપથી શીખે છે અને રિંકુનો પ્રેમ તરત જ મેળવી લે છે.'

બંને OTT પર કરશે હોટ ડેબ્યુ

ઉલ્લેખનીય છે કે, બંને અભિનેત્રીઓની આગામી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. સારાની 'અતરંગી રે' 24 ડિસેમ્બરથી ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે, જ્યારે અનન્યા 25 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થતા ડાર્ક રોમેન્ટિક ડ્રામા 'ગહેરાઇયા'માં જોવા મળશે. શકુન બત્રા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X