સારા તેંડુલકર કરશે બોલીવુડમાં ડેબ્યુ? આ વીડિયોએ જગાવી ચર્ચા
Sara Tendulkar bollywood debut: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં સારાનો એક વીડિયો વાયરલ થયો છે, જેણે તેના બોલીવુડ ડેબ્યૂની અફવાઓને વેગ આપ્યો છે.
સારા તેંડુલકર તેના અંગત જીવનને મીડિયાથી દૂર રાખી રહી છે, પરંતુ આ વીડિયોમાં તે ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.
સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સારા બોલીવુડમાં પગ મૂકવાની તૈયારી કરી રહી છે.
સારાનો વાયરલ વીડિયો - સારા તેંડુલકર વીડિયોમાં રોયલ બ્લુ કલરની સાટિન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક જૂથ પણ તેની પાછળ ચાલતું જોવા મળે છે, જે કદાચ તેની ટીમ છે.

સારા તેંડુલકરનો આ વીડિયો મુંબઈના પાલી હિલ વિસ્તારનો છે. જ્યાં તે વેનિટી જેવી દેખાતી વેન તરફ જતી જોવા મળી હતી. સારાના આ વીડિયો પર કોમેન્ટ કરીને ફેન્સ તેના અભિનય ડેબ્યૂ વિશે અનુમાન લગાવી રહ્યા છે.
સારાની મોટી ફેન ફોલોઈંગ છે - સારા તેંડુલકર વિશે ઘણી વખત અફવાઓ ફેલાઈ છે કે, તે અભિનયની દુનિયામાં કરિયર બનાવવા માંગે છે. તે પહેલાથી જ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને લાખોની સંખ્યામાં તેના ફેન ફોલોઈંગ છે.
સારા તેંડુલકરના પ્રોફેશનની વાત કરીએ તો તે એક મોડલ છે, અને અવારનવાર તેના ફોટોશૂટના અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સારાએ અત્યાર સુધી કેટલાક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કર્યા છે.
શું તે બોલીવુડમાં ડેબ્યૂ કરશે? - જોકે સચિન તેંડુલકર અને તેના પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સારાએ પણ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ વીડિયોએ ચાહકો અને મીડિયામાં સારાના બોલીવુડ ડેબ્યૂ વિશેની ચર્ચાઓ તેજ કરી છે.












Click it and Unblock the Notifications
