Shah Rukh Khan Health Update: શાહરૂખ ખાન હોસ્પિટલમાંથી રજા અપાઇ, શા માટે છૂપાવ્યો ચહેરો?
Shah Rukh Khan Health Update: IPL 2024 પ્લેઓફ મેચમાં પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા શાહરૂખ ખાન અમદાવાદ પહોંચ્યો હતો, પરંતુ આ દરમિયાન તેની તબિયત લથડી હતી. ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકના કારણે તેમની તબિયત અચાનક બગડી હતી, જેના પછી શાહરૂખને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
હવે શાહરૂખ ખાન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે, અને મુંબઈમાં પોતાના ઘરે પહોંચી ગયો છે. શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ શાહરૂખ ખાનને રજા આપવામાં આવી હતી.
શાહરૂખ ખાનને 22 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખને હોસ્પિટલમાં જોવા માટે તેની પત્ની ગૌરી ખાન અને નજીકની મિત્ર જૂહી ચાવલા તેના પતિ સાથે આવી હતી.
શાહરૂખ ખાન વિશે માહિતી આપતા જૂહી ચાવલાએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન હવે ઠીક છે, ભગવાન ઈચ્છે, તો તે ફાઈનલ મેચમાં પોતાની ટીમને ચીયર કરતો જોવા મળશે.

આખો પરિવાર એક સાથે - અમદાવાદની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહરૂખ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, અને અહીંથી તે કારમાં સીધો તેના ઘરે મન્નત ગયો હતો. શાહરૂખ ખાન ખાનગી ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો.
આ દરમિયાન શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાના, પુત્રી સુહાના ખાન, પુત્ર અબરામ, અમિતાભ બચ્ચનનો પૌત્ર અને સુહાનાના નજીકના મિત્ર અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે પણ હાજર હતા.
એરપોર્ટ પર કડક સુરક્ષા - મુંબઈ પહોંચતા જ શાહરૂખ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેને પાપારાઝી તરફથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. મુંબઈ પહોંચતા શાહરૂખની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં સુહાના, અબરામ, ગૌરી ખાન અને પૂજા એરપોર્ટની બહાર નીકળતા જોવા મળે છે.
છત્રી વડે છુપાવ્યો ચહેરો - જ્યારે શાહરૂખ ખાન એરપોર્ટની બહાર આવે છે, ત્યારે એક વ્યક્તિ છત્રીથી ચહેરો ઢાંકતો જોવા મળે છે. જેના કારણે આપણે શાહરૂખ ખાનની એક ઝલક મેળવી શકતા નથી.
અત્રે નોંધનીય છે કે KKR આઈપીએલમાં તેની અંતિમ મેચ રવિવારના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે, માનવામાં આવે છે કે, આ મેચમાં શાહરૂખ ખાન જોવા મળી શકે છે.
મેનેજરે અપડેટ આપ્યું - શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ તેમના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપી છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને તેણે લખ્યું, શાહરૂખ ખાનના તમામ ચાહકો, શાહરૂખ સંપૂર્ણપણે ઠીક છે, તમારા બધાના પ્રેમ, સમર્થન અને પ્રાર્થના માટે આભાર.












Click it and Unblock the Notifications
