
શર્લિન ચોપરાએ સાજિદ ખાન પર લગાવ્યો આરોપ, મને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવીને કહ્યું...
બિગ બોસમાં હવે સાજિદ ખાનની એન્ટ્રી થવા જઇ રહી છે, ઘર બહાર રહીને પણ હેડલાઇન્સમાં છે. રિયાલિટી શોમાં એન્ટ્રી કરતા પહેલા સાજિદ ખાન પર ઘણા આરોપમાં ઘેરાયેલો રહે છે. જેમાંથી #MeeToo પણ એક છે. જેમાં નામ સામે આવ્યા બાદ સાજિદ ખાનને લઇને મોટો હોબાળો મચ્યો હતો.
હવે સાજિદ ખાનનું નામ ફરીથી હેડલાઇન્સ છે. સાજિદ પર ગંભીર આરોપ લાગ્યો છે અને આ આરોપ અભિનેત્રી શર્લિન ચોપરાએ લગાવ્યો છે. શર્લિન ચોપરાએ સાજિદ ખાને પછીથી ગંભીર ખુલાસા પણ કર્યા છે, જેના વિશે જાણીને ફેન્સ પણ ચોંકી ગયા છે.

શર્લિને લગાવ્યો ચોંકાવનારો આરોપ
શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટર પર લખ્યું - હવે સમય આવી ગયો છે કે, સલમાન ખાન કોઈ પગલું ભરે. અભિનેત્રીએ આઘાતજનક રીતે કહ્યું કે, તેણે (સાજિદ ખાને) મને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો અને પછી તેને 0-10 ના સ્કેલ પર રેટ કરવાનું કહ્યું હતું.

શર્લિને શું કહ્યું?
ફિલ્મબીટ સાથેની વાતચીતમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી માફિયાની જેમ કામ કરે છે. ડ્રગિસ્ટો, છેડતી કરનારા અને બળાત્કારીઓને હંમેશા બીજી તક આપવામાં આવે છે.
તેઓ માને છે કે, દરેક દોષિતનું પણ ભવિષ્ય હોય છે. દુઃખની વાત એ છે કે, આ લોકોને પોતાના ભવિષ્યની બહુ ચિંતા નથી.
અભિનેત્રીએ કહ્યું કે, જો સાજિદે સલમાન ખાનની નજીકની અથવા જાણતી છોકરીની છેડતી કરી હોત તો શું તે આ છેડતી કરનારને બિગ બોસમાં પ્રવેશવા દેત?

ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયો છે સાજિદ ખાન
સાજિદ ખાન છેલ્લા કેટલાક સમયથી #MeToo હેઠળ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે. શર્લિન ચોપરા પણ આ આરોપનો ભોગ બની હતી. અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

અન્ય અભિનેત્રીએ પણ લગાવ્યા છે આરોપ
શર્લિન ચોપરા એકમાત્ર એવી અભિનેત્રી નથી, જેણે સાજિદ ખાન પર આવા ગંભીર આરોપો લગાવ્યા હોય. શર્લિન સિવાય બીજી ઘણી મોડલ્સે સાજિદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
સાજિદ પર યૌન શોષણના આરોપો લાગ્યા છે. અભિનેત્રીના ન્યૂડ ફોટોગ્રાફ્સ માંગવાથી લઈને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવવા સુધીનો આરોપ લગાવવામાં આવ્યો છે.