• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ પર સની લિયોન વધારે સર્ચ થાય છે, પીએમ મોદી પણ પાછળ

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સન્ની લિયોન વિશે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે, લોકો તેમની સાથે જોડાયેલી દરેક બાબતોને જાણવા માગે છે, જ્યારે સની લિયોને ગૂગલ સર્ચમાં બધાને પાછળ છોડી દીધા ત્યારે આ વાતની ફરી એક વાર પુષ્ટિ થઈ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં ગૂગલ સર્ચમાં અભિનેત્રી સન્ની લિયોન પીએમ નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને સૌથી વધુ સર્ચ કરેલી સેલિબ્રિટીની યાદીમાં ટોચ પર છે.

સનીએ પોતાના ચાહકોનો આભાર માન્યો

સનીએ પોતાના ચાહકોનો આભાર માન્યો

ગૂગલ સર્ચમાં ટોચની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં સની લિયોને કહ્યું હતું કે 'મારી ટીમે મને આ વિશે કહ્યું, તે મારા ચાહકોના કારણે થઇ શક્યું છે, જે સતત મારી સાથે છે. મને ખુબ જ સારું લાગી રહ્યું છે. ' આપને જણાવી દઈએ કે ગુગલ ટ્રેન્ડ એનાલિટિક્સ અનુસાર, સનીને લગતી મોટાભાગની સર્ચ તેની વીડિયોના સંબંધમાં છે, આ ઉપરાંત તેની બાયોપિક સિરીઝ 'કરણજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' ને પણ લોકોએ સર્ચ કર્યું છે.

મણિપુર અને આસામ

મણિપુર અને આસામ

આ સિવાય, સનીને લગતા મોટાભાગના સર્ચ ટ્રેન્ડ સૂચવે છે કે તેને મણિપુર અને આસામ જેવા મોટાભાગના પૂર્વોત્તર રાજ્યોમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ સનીએ ગૂગલ સર્ચમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

સની લિયોન

સની લિયોન

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી

પાણી-પૂરી

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5

બિગ બોસ સિઝન-5

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ

સનીની લાઇફ બદલાઇ ગઇ

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

રાગિની એમએમએસ-2

રાગિની એમએમએસ-2

ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આઇટમ નંબર

આઇટમ નંબર

સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

ટેલિવિઝન

ટેલિવિઝન

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

બોલીવુડમાં યાત્રા

બોલીવુડમાં યાત્રા

સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો

ખુલાસો

સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

બેકરી શોપમાં કામ

બેકરી શોપમાં કામ

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

English summary
Sunny Leone is still top on the list of the most Googled celebrities in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X