Sushant Singh Rajput suicide case : મોત પહેલા ડિલીટ થયેલી પોસ્ટ અને ચેટથી કેસમાં આવ્યો નવો વળાંક
Sushant Singh Rajput suicide case : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પાછળનું રહસ્ય હજૂ પણ વણઉકલ્યું છે અને CBI સતત આ કેસની મડાગાઠ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. લગભગ દોઢ વર્ષ પહેલા 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈમાં તેના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં લટકતો મળી આવ્યો હતો.
આ કેસમાં પહેલા આત્મહત્યા અને પછી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જો કે, સુશાંતના મૃત્યુનું રહસ્ય હજૂ સુધી બહાર આવ્યું નથી. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં CBIએ આ કેસને લઈને અમેરિકા પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી માગી છે.

શું 14 જૂનથી કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટ સાથે કોઈ કનેક્શન છે?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ CBIએ ઔપચારિક પ્રક્રિયાના ભાગ રૂપે યુએસનો સંપર્ક કર્યો છે અને સુશાંત સિંહ રાજપૂતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સહિતઈમેલમાંથી કાઢી નાખેલી સામગ્રીને પુનઃપ્રાપ્ત કરવા માટે મદદ માગી છે.
CBI એ જાણવા માગે છે કે, શું સુશાંતના મૃત્યુ પહેલા આવી કોઈ બાબત હતી, જેનો 14જૂને થયેલા મૃત્યુ સાથે કોઈ સંબંધ છે?

કયા નિયમ હેઠળ CBIએ માહિતી માગી હતી
CBIએ કેલિફોર્નિયામાં ગૂગલ અને ફેસબુકના હેડક્વાર્ટર પાસેથી 'પરસ્પર કાનૂની સહાયતા સંધિ' હેઠળ આ માહિતી માગી છે.
CBIએ આ કંપનીઓને સુશાંત સિંહરાજપૂતના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ડિલીટ કરાયેલા ઈમેલ, ચેટ અને પોસ્ટની માહિતી આપવા જણાવ્યું છે, જેથી એજન્સી તે કન્ટેન્ટનું વિશ્લેષણકરી શકે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે 'પરસ્પર કાનૂની સહાયતા સંધિ' છે, જેના હેઠળ બંને દેશ કોઈપણ સ્થાનિક કેસની તપાસ કરવા માટે એકબીજાનીવચ્ચે માહિતી શેર કરી શકે છે.

કેસ સાથે જોડાયેલી દરેક કડી સુધી જવા માગે છે CBI
CBIના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં જેનો આ કેસ સાથે બહુ ઓછો સંબંધ છે એવી પણ કોઈકડી છોડવા માંગતા નથી.
અમે જાણવા માગીએ છીએ કે, શું સુશાંતના સોશિયલ મીડિયા અકાઉન્ટ અથવા ઈમેલમાંથી કોઈ ચેટ અથવા પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે,જે આ કેસમાં અમારા માટે મહત્વપૂર્ણ સંકેત બની શકે છે.

કેસની તપાસ હજૂ થોડો સમય ચાલશે!
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના આ નવા વળાંકે એ પણ નક્કી કર્યું છે કે, કેસની તપાસ હજૂ થોડો સમય ચાલશે, કારણ કે 'પરસ્પર કાનૂની સહાય સંધિ' હેઠળ માહિતીશેર કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. ગત વર્ષની શરૂઆતમાં જ CBIએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસમાં કોઈ
એંગલ છોડવા માંગતી નથી. નોંધનીય છે કે, આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
લગાવ્યો હતો.

ઇડી અને એનસીબી પણ તપાસ કરી રહી છે
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન, 2020 ના રોજ થયું હતું.
આ કેસમાં 25 જૂને સુશાંતના પિતા કેકે સિંહે પટના પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી,તેના પરિવાર અને ભાઈ સૌવિક વિરુદ્ધ FIR નોંધાવી હતી અને સુશાંત પર તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પછી ઓગસ્ટ 2020માંસુપ્રીમ કોર્ટના આદેશ પર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ CBIને સોંપવામાં આવી હતી.
આ સિવાય બે અન્ય એજન્સીઓ - ED અને NCB પણ આ કેસમાંઅલગ અલગ પાસાઓની તપાસ કરી રહી છે.

સાફ સાફ આત્મહત્યાનો કેસ - AIIMS
સપ્ટેમ્બર 2020 માં AIIMS ના મેડિકલ બોર્ડે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટના આધારે બનાવેલા તેના અહેવાલમાં કહ્યું હતું કે, તે સંપૂર્ણ રીતેઆત્મહત્યાનો કેસ છે.
આ અગાઉ પણ આ કેસમાં પ્રારંભિક તપાસ કરનાર મુંબઈ પોલીસે પણ કહ્યું હતું કે, તેમને આ કેસમાં ષડયંત્ર અથવા હત્યાની શક્યતાના કોઈપૂરાવા મળ્યા નથી.

CBIના આ પગલા પર વકીલ વિકાસ સિંહે શું કહ્યું?
આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતના પરિવાર વતી હાજર રહેલા એડવોકેટ વિકાસ સિંહે પણ CBIના આ પગલા પર પોતાનું નિવેદન આપ્યું છે.
વિકાસ સિંહે કહ્યું, મનેCBIના આ પગલાથી બિલકુલ આશ્ચર્ય નથી, કારણ કે હું જાણું છું કે તેઓ કેસને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દરેક ખૂણાથી તપાસ કરવા માગે છે.
સુશાંતના મૃત્યુનામામલામાં હજૂ પણ ઘણા રહસ્યો છૂપાયેલા છે, જેમ કે કોઈ પ્રત્યક્ષદર્શી નથી, કોઈ કેમેરા ફૂટેજ નથી, જેથી જાણી શકાય કે શું થયું.
મને લાગે છે કે CBIએ તે માહિતીગૂગલ અને ફેસબુક પાસેથી માગી છે. કારણ કે, તેઓ માને છે કે, કોઈ પૂરાવો તેમની પાસે હોય શકે છે.'