Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થવા જઈ રહી છે દયાબેનની વાપસી?
Taarak Mehta Ka Ooltah Chashmah : લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે. શોની પ્રખ્યાત પાત્ર દયાબેન અંગે નવી માહિતી સામે આવી છે.
અહેવાલો અનુસાર, દયાબેનના પાત્રને શોમાં ફરીથી લાવવામાં આવશે. દયાબેનનું પાત્ર લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાનીએ ભજવ્યું છે અને દર્શકો આજે પણ તેમને શોમાં જોવા ઈચ્છે છે.

શોના નિર્માતાઓએ દિશા વાકાનીની વાપસી અંગે સ્પષ્ટતા કરી નથી, પરંતુ શોમાં તેમના રિપ્લેસમેન્ટ માટે ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રો અનુસાર, નવી દયાબેન માટે નવા ચહેરાને પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ અહેવાલ હતા કે અભિનેત્રી કાજલ પિસલ આ પાત્ર ભજવી શકે છે, પરંતુ તેમણે આ વાત નકારી છે.
શોના નિર્માતા અસિત મોદીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ દયાબેનના રિપ્લેસમેન્ટને ફાઇનલ કરવામાં આવશે. આ ઉપરાંત શોની નવી દયાબેન માટે મોક શૂટ શરૂ કરવામાં આવ્યા છે.
શોમાં દયાબેનનું પાત્ર હાસ્ય અને આનંદનો મોટો સ્ત્રોત રહ્યુ છે. તેમના અનોખા બોલવાની શૈલી અને મજેદાર અભિનયને કારણે દર્શકો આજે પણ તેમને યાદ કરે છે. જો કે, જો નવી દયાબેન આવે તો તે દર્શકોને કઇ હદ સુધી પસંદ પડશે તે જોવાનું રહ્યું.
શોના નિર્માતાઓ ટૂંક સમયમાં આ મુદ્દે વધુ જાહેરાત કરશે. ત્યારે શું દિશા વાકાની પાછી ફરશે અથવા નવી દયાબેન જોવા મળશે? દર્શકો માટે આ જાણવાની ઉત્સુકતા છે.












Click it and Unblock the Notifications
