'ભૂલ ભુલૈયા 2' નું ટીઝર રિલિઝ, કાર્તિક આર્યને બતાવ્યો સંપૂર્ણ સ્વેગ

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. લાગે છે કે આ ફિલ્મ હાસ્ય અને ડરની રોલરકોસ્ટર રાઈડ હશે.

મુંબઈ : કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. લાગે છે કે આ ફિલ્મ કોમેડી અને હોરરની રોલરકોસ્ટર રાઈડ હશે. કાર્તિક આર્યને ગુરુવારના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું છે, તેના ચાહકોને તેના પાત્ર 'રુહ બાબા'નો પરિચય કરાવ્યો અને તેમને મંજુલિકાથી સાવધ રહેવા કહ્યું છે. કિયારા અડવાણીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ટીઝર વીડિયો પણ શેર કર્યો છે.

'રૂહ બાબા આવી રહ્યા છે, સાવધાન મંજુલિકા...'

ટીઝર રીલિઝ કરતાં, ફિલ્મના અભિનેતા કાર્તિક આર્યનએ લખ્યું, "રુહ બાબા આવી રહ્યા છે સાવધાન મંજુલિકા!!" 'ભૂલ ભૂલૈયા 2' નું લગભગ એક મિનિટ લાંબુ ટીઝરએક ડરામણા હવેલીના દ્રશ્યોથી શરૂ થાય છે, ત્યારબાદ કેટલાક અસામાન્ય દૃશ્યો અને શ્રેયા ઘોષાલના અવાજમાં 'અમી જે તોમારે' ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે.

કાર્તિકને પણ રાજપાલ યાદવની ઝલક જોવા મળી

કાર્તિકને પણ રાજપાલ યાદવની ઝલક જોવા મળી

ઉલ્લેખીય છે કે, ભૂલ ભુલૈયા 2 ના ટીઝરમાં કાર્તિક આર્યન સિવાય મંજુલિકાની ઝલક શરૂઆતમાં જોવા મળે છે. જોકે, ટીઝરમાં તેની સાથે માત્ર કાર્તિક આર્યનઅને છોટા પંડિત એટલે કે રાજપાલ યાદવનો જ લૂક સામે આવ્યો છે. રાજપાલ યાદવ પણ પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ છોટા પંડિતની ભૂમિકા ભજવતો જોવામળશે.

'ભૂલ ભુલૈયા 2' 20 મેના રોજ રિલીઝ થશે

'ભૂલ ભુલૈયા 2' 20 મેના રોજ રિલીઝ થશે

અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત અને ટી સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, હોરર કોમેડી ડ્રામા 'ભૂલ ભૂલૈયા 2' 20 મે, 2022 ના રોજ થિયેટર્સમાં આવશે.

પહેલા આ ફિલ્મ 25 માર્ચના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ઉપરાંતતબ્બુ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X