અંડરવર્લ્ડે ખતમ કર્યું કરિયર, હવે Bigg Boss 17માં દેખાશે આ હિરોઇન?
Mamta Kulkarni to enter Bigg Boss 17: 90ના દાયકામાં બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. એક્ટ્રેસની કરિયરની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ અચાનક જ એક્ટ્રેસના નામ સાથે એવો વિવાદ જોડાઈ ગયો કે તેની કરિયર બરબાદ થઈ ગઈ અને તે સિનેમાની દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી.
હવે એવા મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે, મમતા કુલકર્ણી ટૂંક સમયમાં Bigg Boss 17 માં જોવા મળી શકે છે. આ સમાચાર આવતા જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

Bigg Boss 17 માં જોવા મળી શકે છે મમતા કુલકર્ણી - મમતા કુલકર્ણીએ ઘણા વર્ષોથી બોલીવુડથી અંતર બનાવી રાખ્યું છે, પરંતુ Bigg Boss 17 ના સ્પર્ધકો વિશેના સમાચારો વચ્ચે મમતા કુલકર્ણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Bigg Boss 17 માટે મમતા કુલકર્ણીનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, મમતા કુલકર્ણીની એન્ટ્રી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઈન્ડસ્ટ્રીમાં કરવા માંગે છે વાપસી - એવું માનવામાં આવે છે કે, મમતા કુલકર્ણી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માંગે છે. આવી સ્થિતિમાં જો તે Bigg Boss 17 માં એન્ટ્રી લે છે, તો તે તેના માટે સુવર્ણ તકથી ઓછી નહીં હોય, પરંતુ Bigg Boss 17માં એન્ટ્રીને લઈને કોઈ પ્રતિક્રિયા આવી નથી.
15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે Bigg Boss 17 - Bigg Boss 17 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. જેમાં અનેક સ્પર્ધકોના નામ અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. જોકે, ઘણા સ્ટાર્સના નામ કન્ફર્મ થઈ ગયા છે, પરંતુ ઘણાના શોમાં આવવાની અફવા છે.
ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણીનું નામ દાઉદ ઈબ્રાહિમના નજીકના છોટા રાજન સાથે જોડાયેલું હતું. જો અહેવાલોનું માનીએ તો તેને એક ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી, પરંતુ છોટા રાજનના આગ્રહથી તેને ફિલ્મમાં પાછી લેવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે, મમતા કુલકર્ણી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં બોલ્ડ સીન્સ આપીને ઘણી ફેમસ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
