પતિએ જ કરી આ અભિનેત્રીની હત્યા કરી, દોરડાએ ખોલી પોલ
બાંગ્લાદેશની જાણીતી અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુની હત્યામાં પોલીસે તેના પતિને આરોપી બનાવ્યો છે. અભિનેત્રીની હત્યાના આરોપમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. અભિનેત્રીની હત્યામાં આરોપી પતિને તેના મિત્રએ પણ સાથ આપ્યો હતો.
બાંગ્લાદેશની જાણીતી અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુની હત્યામાં પોલીસે તેના પતિને આરોપી બનાવ્યો છે. અભિનેત્રીની હત્યાના આરોપમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. અભિનેત્રીની હત્યામાં આરોપી પતિને તેના મિત્રએ પણ સાથ આપ્યો હતો. નોંધનીય છે કે, આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસનો પર્દાફાશ પ્લાસ્ટિકની દોરીના કારણે થયો હતો.

અભિનેત્રીનો મૃતદેહ ઢાકાથી થોડે દૂર મળી આવ્યો
બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ 'ધ ડેઈલી સ્ટાર'એ 45 વર્ષની અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુના ગુમ થવાની માહિતી આપી હતી. અભિનેત્રીનો મૃતદેહ મંગળવારના રોજઢાકાથી થોડે દૂર હઝરતપુર બ્રિજ પાસેના કેરાનીગંજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી
અભિનેત્રીના મૃતદેહ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ પછી પોલીસેઅભિનેત્રીના પતિ અને તેના મિત્રની ધરપકડ કરી હતી.

પ્લાસ્ટિકની દોરી વડે હત્યાનો ખુલાસો
'પોલીસ ન્યૂઝ' વેબસાઈટ અનુસાર, આ કેસના ખુલાસામાં પ્લાસ્ટિકની દોરી મહત્વનો પુરાવો બની હતી. આ પુરાવાના આધારે બંને આરોપીઓ જેલના સળિયા પાછળપહોંચી ગયા હતા.
પ્લાસ્ટિકની દોરીના કારણે પોલીસ કેવી રીતે કેસનો પર્દાફાશ કરી શકી? અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુનો મૃતદેહ જે બોરીમાંથી મળ્યો હતો, તેનોછેડો પ્લાસ્ટિકના તારથી બાંધેલો હતો. પોલીસને અભિનેત્રીના પતિની કારમાંથી પ્લાસ્ટિકની આ દોરી જેવું બંડલ મળી આવ્યું હતું.

પતિએ ગુનો કબૂલ્યો
જ્યારે પોલીસે આરોપી પતિ પર દબાણ કર્યું, તો તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. અભિનેત્રીની હત્યાની કબૂલાત કરતા આરોપીએ આખી વાત પોલીસ સમક્ષ રજૂકરી હતી.












Click it and Unblock the Notifications
