આ બોલીવુડ સ્ટાર્સ ભારતમાં નથી કરી શકતા મતદાન, જાણો કારણ
ચાહકો સીમાડાને ધ્યાનમાં લીધા વગર તેમના મનપસંદ સ્ટાર્સ પર પ્રેમ વરસાવે છે. આવા સમયે આપણે એવી ફિલ્મી સિતારા વિશે જાણીશું કે, જેમની પાસે ભારતની નાગરિકતા નથી. આ સાથે તેઓ ભારતમાં મતદાન પણ કરી શકતા નથી.
દેશમાં ફિલ્મોનો ક્રેઝ ઘણો વધારે છે. જે કારણે ફિલ્મ સ્ટાર્સ લોકોના દિલમાં રાજ કરે છે. ચાહકો સીમાડાને ધ્યાનમાં લીધા વગર તેમના મનપસંદ સ્ટાર્સ પર પ્રેમ વરસાવે છે. આવા સમયે આપણે એવી ફિલ્મી સિતારા વિશે જાણીશું કે, જેમની પાસે ભારતની નાગરિકતા નથી. આ સાથે તેઓ ભારતમાં મતદાન પણ કરી શકતા નથી.

આ સિતારાઓને ભારતમાં મતદાનનો અધિકાર નથી
ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેમની પાસે ભારતની નાગરિકતા નથી. તેમાંથી કેટલાક ભારતમાં જન્મ્યાન હતા, જ્યારે કેટલાક વિદેશી છે, પરંતુ હવે દેશી બની ગયા છે.
આજે આપણે એવા જ કેટલાક સ્ટાર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,જેમની પાસે ભારતીય નાગરિકતા નથી, તેથી તેમને ભારત દેશમાં મતદાન કરવાનો અધિકાર પણ નથી.

દીપિકા પાદુકોણ
બોલીવુડની સુંદર અને ટોચની અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ વિશે એવું કહેવાય છે કે, તેનો જન્મ ડેનમાર્કમાં થયો હતો, તેથી તેનીપાસે ડેનિશ નાગરિકતા છે. આવી સ્થિતિમાં દીપિકાને ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.

અક્ષય કુમાર
અક્ષય કુમાર ઘણી દેશભક્તિની ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. તે એવા ભારતીય છે, જેમનાભારતમાં ચાહકોની કોઈ કમી નથી.
અક્ષય પોતે જે સોશિયલ મીડિયા પર સુપરએક્ટિવ છે અને દરેક મુદ્દા પર ખૂબ જ મુક્તમન સાથેપોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. જોકે, તેમને ભારતમાં મત આપવાનો અધિકાર નથી. કારણ કે, અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે.

આલિયા ભટ્ટ
બોલીવુડની બબલી અભિનેત્રી આલિયા ભટ્ટ કે જેણે પોતાની ફિલ્મ રાઝીમાં ભારતીય જાસૂસની ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું હતું.
વાસ્તવમાં તે ભારતની નાગરિક નથી. આલિયાની માતા સોની રાઝદાન બર્મિંગહામ યુકેની છે અને બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. આલિયાતેની માતાની જેમ બ્રિટિશ નાગરિકતા અને યુકેનો પાસપોર્ટ પણ ધરાવે છે.

જેકલીન ફર્નાન્ડીઝ
શ્રીલંકાની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ મનામા (બહેરીન) માં થયો હતો અને તે શ્રીલંકાની નાગરિકતા ધરાવે છે.
જેકલીનના પિતા એલરોય ફર્નાન્ડીઝ શ્રીલંકન-તમિલિયન છે અને તેની માતા કિમ મલેશિયાની છે.
જેકલિને પોતાનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાથીકર્યો છે, તેથી તેની પાસે ભારતીય નાગરિકતા પણ નથી. આ સાથે તેની પાસે ભારતમાં મત આપવાનો અધિકાર નથી.

કેટરીના કૈફ
કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. કેટરીનાના પિતા કાશ્મીરના છે, આ પછી પણ તેની પાસે ભારતની નાગરિકતા નથી.
કેટરીનાવાસ્તવમાં બ્રિટિશ નાગરિક છે અને તેથી તેને ભારતમાં મતદાન કરવાનો અધિકાર પણ નથી. કેટરીનાના પાસપોર્ટમાં પણ તેની નાગરિકતાબ્રિટનની છે.












Click it and Unblock the Notifications
