બોલીવુડ બાદ આ સ્ટાર્સ હોલીવુડમાં મચાવશે ધૂમ

ચાલુ વર્ષે ઘણા બોલીવુડ સ્ટાર્સ હોલીવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળવાના છે. સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધીના મોટા સ્ટાર્સ તેમના હોલીવુડ ડેબ્યુને લઈને હેડલાઇન્સમાં છે.

બોલીવુડના ઘણા સ્ટાર્સ હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા જાય છે. આ યાદી ઘણી લાંબી છે, જેમાં પ્રિયંકા ચોપરાથી લઈને દીપિકા પાદુકોણ, નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર સહિતના નામો શામેલ છે. આ વચ્ચે ચાલુ વર્ષે ઘણા બોલીવુડ સ્ટાર્સ હોલીવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળવાના છે. સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધીના મોટા સ્ટાર્સ તેમના હોલીવુડ ડેબ્યુને લઈને હેડલાઇન્સમાં છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ યાદીમાં સૌથી પહેલું નામ આલિયા ભટ્ટનું છે. આલિયાએ બોલીવુડમાં પોતાની એક્ટિંગનું શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે. હવે ટૂંક સમયમાં તે હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

આલિયા નેટફ્લિક્સની 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેનું નિર્દેશન બ્રિટિશ ફિલ્મમેકર ટોમ હાર્પર કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ચ 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. તે ઓગસ્ટ 2023માં રિલીઝ થશે.

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ

સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલ તેના હોલીવુડ ડેબ્યુના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી હોલીવુડની ફિલ્મ 'એરેન્જમેન્ટ્સ ઓફલવ'થી હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. જેમાં સામંથા એક બાયસેક્સ્યુઅલ તમિલ મહિલાની ભૂમિકા ભજવશે, જે ડિટેક્ટીવ એજન્સી ચલાવે છે. ફિલિપ જોન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

શોભિતા ધુલીપાલા

શોભિતા ધુલીપાલા

'મેડ ઈન હેવન', 'પોનીયિન સેલ્વન 1' અને 'મેજર' જેવી ફિલ્મોમાં જોવા મળેલી શોભિતા ધૂલીપાલા તેના હોલીવુડ ડેબ્યૂ માટે પણ ચર્ચામાં છે.શોભિતા દેવ પટેલ દ્વારા દિગ્દર્શિત એક્શન-થ્રિલર 'મંકી મેન' થી હોલીવુડમાં ડેબ્યૂ કરશે.

હૃતિક રોશન

હૃતિક રોશન

અભિનેતા રિતિક રોશન પણ હોલીવુડમાં પગ મૂકવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિક રોશને અમેરિકન સ્પાય થ્રિલર ધ ગેર્શએજન્સી સાથે કરાર કર્યો છે.

ગેર્શ એજન્સી અમેરિકાની ચોથી સૌથી મોટી પ્રતિભા અને સાહિત્યિક એજન્સી છે, જે કલાકારોને હોલીવુડમાં કામશોધવામાં મદદ કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હૃતિક પાસે કેટલીક ઓફર્સ પણ આવી છે.તેમને કયો વિચાર ગમે છે, તે જોવુંરસપ્રદ રહેશે. બોલીવુડની વાત કરીએ, તો વર્ષ 2024માં રિતિક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઈટર'માં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સાથેકામ કરતો જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X