For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બરમાં આ ફિલ્મો થશે રિલીઝ, આ 6 ફિલ્મો બોક્સઓફિસ પર કરશે કમાલ

બોલીવુડ માટે 2022 જોઇએ એટલું સારૂ રહ્યું નથી. આ વર્ષે બોલીવુડની મોટા ભાગની ફિલ્મો ફ્લોપ રહી છે, જેમાં આમિર અને અક્ષયની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મો ફ્લોપ થવાનું મુખ્ય કારણે બોયકોટ ગેંગ છે.

|
Google Oneindia Gujarati News

બોલીવુડ માટે 2022 જોઇએ એટલું સારૂ રહ્યું નથી. આ વર્ષે બોલીવુડની મોટા ભાગની ફિલ્મો ફ્લોપ રહી છે, જેમાં આમિર અને અક્ષયની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મો ફ્લોપ થવાનું મુખ્ય કારણે બોયકોટ ગેંગ છે. વર્ષ 2022ના 10 મહિના વિતી ગયા છે, આ સમયગાળા દરમિયાન બોલીવુડમાં મોટી હીટ ફિલ્મ માટે વલખા મારી રહી છે. વર્ષ પુરુ થવામાં માત્ર 2 મહિના બાકી છે, ત્યારે હવે સવાલ થાય છે કે, શું આ હીટની ખોટ પૂરાશે કે નહીં?

ઉલ્લેખનીય છે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોતાની સારામાં સારી ફિલ્મો અંત માટે બચાવી રાખી હતી. જેમાં દ્રશ્યમ 2, ભેડિયા, ઉંચાઇ, ફોન ભૂત જેવી મોટા સ્ટાર્સની ફિલ્મો આ નવેમ્બરમાં રિલીઝ થશે. તો આ અહેવાલમાં આપણે નવેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મો વિશે વાત કરીશું.

ફોન ભૂત

ફોન ભૂત

કેટરીના કૈફ લગ્ન બાદ ફરી એકવાર ફિલ્મ 'ફોન ભૂત' થી મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મમાં કેટરિના કૈફની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ ત્રણેયની જોડી પહેલીવાર સ્ક્રીન પર લોકોના દિલજીતતી જોવા મળશે.

આ ફિલ્મને લઈને લોકોના મનમાં અનેરો ઉત્સાહ છે. ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં બંને પુરૂષ કલાકારો ભૂતપકડતા જોવા મળશે. આ એક હોરર-કોમેડી-ડ્રામા ફિલ્મ છે.

મિલી

મિલી

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી જ્હાન્વી કપૂર ફિલ્મ 'મિલી'માં જોવા મળવાની છે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે મલયાલમ ફિલ્મ 'હેલન' ની હિન્દી રિમેક છે. ગુડલક જેરી ફિલ્મથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ જાહ્નવી કપૂર હવે સર્વાઇવલ થ્રિલર 'મિલી'માં જોવા મળશે.

ફિલ્મનું ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મની સ્ટોરી જ્હાન્વીની આસપાસ ફરે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, જ્હાન્વી એટલે કે મિલી નૌતિયાલ તેના પિતા સાથે રહે છે અને તેને એક રેસ્ટોરન્ટમાં નોકરી મળે છે.

ટ્રેલર બતાવે છે કે તેણી ફ્રીઝરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહી છે અને મદદ માટે ચીસો પાડી રહી છે. આ ફિલ્મમાં સની કૌશલ પણ છે, જે મિલીના બોયફ્રેન્ડના રોલમાં જોવા મળશે.

ડબલ એક્સએલ

ડબલ એક્સએલ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી સ્ટારર 'ડબલ એક્સએલ' 4 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સમાજમાં વજન અને શરીરની છબી વિશેની માન્યતાઓ સાથે કામ કરતી બે પ્લસ સાઇઝની મહિલાઓની રમુજી સ્ટોરી છે.

આ ફિલ્મ દર્શકોને મિત્રતા અને મસ્તીથી ભરેલા સપનાની સ્ટોરી તરીકે બતાવવામાં આવશે. સોનાક્ષી અને હુમા ઉપરાંત આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ અને મહતરાઘવેન્દ્ર પણ છે અને ક્રિકેટર શિખર ધવન પણ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.

ઉંચાઈ

ઉંચાઈ

ફિલ્મ 'ઉચાઈ' 11 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે દિગ્દર્શક સૂરજ બડજાત્યા 7 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા, સારિકા, પરિણીતી ચોપરા, નફીસા અલી અને ડેનીડેન્ઝોંગપા સાથે જોવા મળશે.

ફિલ્મમાં મિત્રતાની ઉજવણીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્ઝોંગપા અને બોમન ઈરાની ઘણા સારા મિત્રો છે.

આવા સમયે, ડેની ડેન્ઝોંગપાના જીવનમાં માત્ર એક જ સપનું છે, માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું પરંતુ તે પોતાનું સપનું પૂરું કરતા પહેલા જ મૃત્યુ પામે છે.

તેના દુઃખી મિત્રો તેની છેલ્લી ઇચ્છાને માન આપવાનું નક્કી કરે છે અને તેની રાખ એવરેસ્ટ પર લઈ જાય છે. તેમની ઉંમર અને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં, ત્રણેય એવરેસ્ટ બેઝ કેમ્પ માટે રવાના થાય છે. તેમની સફરની કહાની આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

દ્રશ્યમ 2

દ્રશ્યમ 2

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 2017ની સુપરહિટ થ્રિલર ફિલ્મનો બીજો ભાગ છે.

આ ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત તબ્બુ, ઈશિતા દત્તા, અક્ષય ખન્ના, રજત કપૂર અને શ્રિયા સરન પણ જોવા મળશે. અજય દેવગનની આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભેડિયા

ભેડિયા

નવેમ્બરના અંતમાં બોલીવુડ એક્ટર વરુણ ધવનની ફિલ્મ ભેડિયા દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આગામી 25 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

ફિલ્મના ટ્રેલરમાં કોમેડી અને જબરદસ્ત એક્શન બંને જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવનનો એક અલગ અંદાજ જોવા મળશે.

ટ્રેલર જોયા બાદ ખબર પડે છે કે, વરુણ ધવનને વરુએ ડંખ માર્યો છે, ત્યાર બાદ તેની અંદર ઈચ્છાશીલ વરુની શક્તિ આવી જાય છે.

ફિલ્મના ટ્રેલરમાં વીએફએક્સનો ઉપયોગ કરીને સસ્પેન્સ અને થ્રિલર બનાવવામાં આવ્યું છે, જેના કારણે લોકોની ઉત્સુકતા વધુ વધી છે.

English summary
These films will be released in November, these 6 films will do well at the box office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X