આ દેશે નોરાના શો પર લગાવ્યો પ્રતિબંધ, ડાંસથી હતું આ જોખમ
દુનિયા નોરા ફતેહીના ડાંસ અને સુંદરતાની દિવાની છે. બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી ડાંસ, મ્યુઝિક વીડિયો અને ફિલ્મ ભૂજ ધ પ્રાઇડમાં જોવા મળી હતી. નોરા ફતેહીએ આ સફળતા પોતાની મહેનતના જોરે હાંસલ કરી છે.
દુનિયા નોરા ફતેહીના ડાંસ અને સુંદરતાની દિવાની છે. બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી ડાંસ, મ્યુઝિક વીડિયો અને ફિલ્મ ભૂજ ધ પ્રાઇડમાં જોવા મળી હતી. નોરા ફતેહીએ આ સફળતા પોતાની મહેનતના જોરે હાંસલ કરી છે. નોરાને ફેસ્ટિવલ અને ઇવેન્ટ્સમાં પણ બોલાવવામાં આવે છે. જોકે એક દેશમાં તેના પર સરકાર દ્વારા તેના શો ના આયોજન અંગે મહગત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદેશી મુદ્રા ભંડારને જાળવવાના હેતુથી મંજૂરી આપવામાં ન આવી
બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા સોમવારના રોજ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ નોરા ફતેહીને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી મુદ્રા ભંડારને જાળવવાના હેતુથી મંજૂરી આપવામાં આવી ન હતી.
વિમેન્સ લીડરશીપ કોર્પોરેશનના એક ફંકશનમાં ફતેહીને ડાન્સ કરવા અને એવોર્ડ આપવા માટે આમંત્રિત કરવામાં આવી હતી.

12 ઓક્ટોબરના રોજ ઘટીને 36.33 બિલિયન ડોલર થઈ ગયો
આવા સમયે મંત્રાલય દ્વારા ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે ડોલરની ચૂકવણી પર કેન્દ્રીય બેંકના નિયંત્રણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે 12 ઓક્ટોબરના રોજ ઘટીને 36.33 બિલિયન ડોલર થઈ ગયો હતો - જે એક વર્ષ અગાઉ 46.13 બિલિયન ડોલર હતો, જે લગભગ ચાર મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો હતો.

આ ફિલ્મોમાં જોવા મળશે નોરા ફતેહી
નોરા ફતેહી ટૂંક સમયમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, 'થેંક ગોડ' માં નોરાફતેહી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'માનિકે' આઈટમ નંબર સોંગમાં મૂવ્સ કરતી જોવા મળશે. ઈન્દર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
