TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં દિકરાની માતા બની
પશ્ચિમ બંગાળની TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં માતા બની છે. કોલકાતાની નિયોટિયા હોસ્પિટલમાં નુસરતે 25 ઓગસ્ટની રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો. નુસરત જહાં માતા બન્યા બાદ તેના પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ છે.
કોલકાતા : પશ્ચિમ બંગાળની TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં માતા બની છે. કોલકાતાની નિયોટિયા હોસ્પિટલમાં નુસરતે 25 ઓગસ્ટની રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેતા યશ દશગુપ્તાએ પ્રસૂતિ પીડા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરી હતી. નુસરત જહાં માતા બન્યા બાદ તેના પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, નુસરત જહાં થોડા મહિના પહેલા તેના પતિ નિખિલ જૈન સાથેના લગ્ન તૂટી જવાના સમાચારો અને પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં રહી હતી.


માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નુસરત જહાં અને તેમનું બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. નુસરત જહાં માતા બનવા અંગે પરિવાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી, પરંતુઅભિનેત્રીના ઘરે નાના મહેમાન આવતા જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. નુસરત જહાં ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની બેબી બમ્પ તસવીરો શેર કરીનેચાહકોને અપડેટ કરતી રહે છે. ડિલિવરી પહેલા નુસરત જહાંએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી , જે એકદમ વાયરલ થઈ હતી.

સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ
ચાહકો અને સેલેબ્સ નુસરત જહાંના માતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પતિ નિખિલ જૈનથી અલગ થવાના સમાચાર વચ્ચેનુસરત જહાંએ આ પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા.

19 જૂન, 2019ના રોજ થયા હતા લગ્ન
નુસરતે 19 જૂન, 2019ના રોજ તુર્કીના બોડ્રમ શહેરમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા અને કહ્યું કે , નિખિલના જીવનનો એક ભાગ બનવું તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. નિખિલ જૈન બંગાળના પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે, તેમનો સાડીનો ફેમિલી બિઝનેસ છે.

નુસરત જહાંએ તેના લગ્નને અમાન્ય ગણાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં હંમેશા પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. કોલકાતા સ્થિત બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ, હિન્દુ પરિવારની સભ્ય બન્યા બાદ નુસરત જહાંએ અચાનક જ ભારતમાં તેના લગ્નને અમાન્ય જાહેર કર્યા હતા.
પતિથી અલગ થયેલી નુસરત જહાંએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ તાજેતરમાં જ લંચ ડેટ પર જોવા મળ્યા હતા.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
