રોશન ભાભીએ જેઠાલાલ અંગે કર્યો મોટો ખુલાસો, નવો વિવાદના એંધાણ

TMKOC News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની જેનિફર મિસ્ત્રી છેલ્લા ઘણા દિવસોથી હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જે બાદ હોબાળો થયો હતો. હવે જેનિફરે તાજેતરમાં જ શો જેઠાલાલના જીવન વિશે કંઈક એવું કહ્યું, જેને સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા હતા.

જેનિફર મિસ્ત્રી ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેણે શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ તે વ્યક્તિ પર શરમજનક આરોપો લગાવ્યા જેના હેઠળ તે કામ કરતી હતી.

આ આરોપો સાંભળીને બધા જ દંગ રહી ગયા હતા. હવે મામલો પૂરો થયો ન હતો, જ્યારે જેનિફરે શોના મુખ્ય પાત્ર જેઠાલાલ વિશે એવું નિવેદન આપ્યું, જેના વિશે કોઈ જાણતું પણ ન હતું.

TMKOC News

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ દિલીપ જોશી વિશે મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું હતું કે, તેણે એકવાર બધાને શો છોડવાની ધમકી આપી હતી. જેનિફરે બોલીવુડ થીકાનાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે શોની જ એક ઘટના યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, કેવી રીતે દિલીપ જોશીની શોના ઓપરેશન હેડ સોહેલ રહેમાની સાથે ખતરનાક લડાઈ થઈ હતી.

આના પરિણામો ખૂબ જ ખરાબ હતા. આ વાતનો ખુલાસો કરતી વખતે જેનિફરે જણાવ્યું હતું કે, આ લડાઈની અસર એવી હતી કે દિલીપ જોશી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, અને તેમને શો છોડવાની વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X