ઉર્વશી રૌતેલાએ પાકિસ્તાની ક્રિકેટર સાથેનો રોમેન્ટિક વીડિયો શેર કર્યો, થઇ ગઇ ટ્રોલ

ઉર્વશી રૌતેલા એક એવી અભિનેત્રી છે, જે પોતાની ફિલ્મો માટે ઓછી પરંતુ પોતાના રિલેશનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીનું નામ ભારતીય ટીમના ખેલાડી ઋષભ પંત સાથે ઘણી વખત જોડાઈ ચૂક્યું છે.

ઉર્વશી રૌતેલા એક એવી અભિનેત્રી છે, જે પોતાની ફિલ્મો માટે ઓછી પરંતુ પોતાના રિલેશનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીનું નામ ભારતીય ટીમના ખેલાડી ઋષભ પંત સાથે ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. આ સિવાય આ બંને વચ્ચેની લડાઈ પણ સામે આવી છે.

ઉર્વશીનું દિલ બીજા દેશના ક્રિકેટર પર આવ્યું

હવે લાગી રહ્યું છે કે, ઉર્વશીનું દિલ કોઈ અન્ય દેશના ક્રિકેટર પર આવી ગયું છે અને તેણે તે ક્રિકેટરનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોસામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું.

ઉર્વશી થઈ ટ્રોલ

જ્યારે ઉર્વશી રૌતેલા ભારતની મેચ જોવા સ્ટેડિયમમાં આવે છે, ત્યારે તે ટ્રોલ થવા લાગે છે. ઋષભ અને ઉર્વશી રૌતેલાનું શીતયુદ્ધ હજૂઅટક્યું ન હતું કે, ઉર્વશીનું દિલ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ પર આવી ગયું.

આવી સ્થિતિમાં ઉર્વશી પોતાની જાતને રોકી ન શકી અનેતેણે ઈન્સ્ટા પર એક ફેન પેજની સ્ટોરી શેર કરી હતી. સ્ટોરી જોઈને ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયું. ટ્રોલર્સે ટ્વિટર પર મીમ્સ બનાવ્યા અનેનસીમ, ઉર્વશી અને ઋષભનો પ્રેમ ત્રિકોણ બતાવ્યો હતો.

નસીમ કરતા નવ વર્ષ મોટી છે ઉર્વશી

ઉર્વશી રૌતેલા 28 વર્ષની છે, જ્યારે નસીમ શાહ 19 વર્ષનો છે. જો ઋષભ પંતની વાત કરીએ તો તે માત્ર 24 વર્ષનો છે. એક મીમમાં પણ ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે 'છોટુ ભૈયા' અને 'દીદી' વચ્ચેની લડાઈ હવે પ્રેમ ત્રિકોણમાં ફેરવાઈ ગઈ છે. હવે આમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહની એન્ટ્રી થઈ છે.

આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાએ ફિલ્મ 'સિંઘ સાહેબ ધ ગ્રેટ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથેજોવા મળી હતી.

ફિલ્મમાં ઉર્વશીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે, જેમાં 'લવ ડોઝ', 'લાલદુપટ્ટા', 'બિજલી કી તાર', 'એક લડકી ભીગી ભાગી સી', 'ડૂબ ગયે' અને 'વો ચાંદ કહાં સે લાઓગી' શામેલ છે. ચર્ચા છે કે, ઉર્વશી ટૂંક સમયમાંફિલ્મ 'બ્લેક રોઝ'માં પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X