કૃષ્ણા અભિષેક પર ભડકી ગોવિંદાની પત્ની, કહ્યુ - જીવુ છુ ત્યાં સુધી તેનો ચહેરો નથી જોવા માંગતી...
કૃષ્ણા અભિષેકે કહ્યુ હતુ કે જે એપિસોડમાં તેમના મામા ગોવિંદા અને તેમનો પરિવાર શામેલ થશે તેના શૂટિંગમાં તે નહિ જાય. હવે આ સમગ્ર મામલે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ જવાબ આપ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા ગોવિંદાના ભાણિયા અને અભિનેતા કૃષ્ણા અભિષેક હંમેશાથી પોતાના વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. કૃષ્ણા અભિષેક અને ગોવિંદાના પરિવાર વચ્ચે સંબંધો ઘણા વર્ષોથી ખરાબ ચાલી રહ્યા છે. કૃષ્ણા અભિષેકે હાલમાં જ ધ કપિલ શર્મા શોના એ એપિસોડના શૂટિંગનો ઈનકાર કરી દીધો હતો જેમાં અભિનેતા ગોવિંદા પોતાની પત્ની સુનીતા આહૂજા અને પોતાના બાળકો ટીના અને યશવર્ધન સાથે આવ્યા હતા. ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક હાલમાં મહત્વની ભૂમિકામાં દેખાય છે. કૃષ્ણા અભિષેકે કહ્યુ હતુ કે જે એપિસોડમાં તેમના મામા ગોવિંદા અને તેમનો પરિવાર શામેલ થશે તેના શૂટિંગમાં તે નહિ જાય. હવે આ સમગ્ર મામલે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ જવાબ આપ્યો છે.

છેવટે મામા-ભાણેજના સંબંધમાં કેવી રીતે પડી તિરાડ
બૉલિવુડ અભિનેતા ગોવિંદાના ભાણિયા અને અભિનેતા કૃષ્ણા અભિષેકના સંબંધોમાં કડવાશ ઘણી જૂની છે. છેલ્લા ઘણા વર્ષોમાં કૃષ્ણા અને ગોવિંદાના પારિવારિક વિવાદ ઘણો વધી ગયો છે. આ ત્યારે શરુ થયુ જ્યારે સુનીતા આહૂજાએ કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહને લઈને કહ્યુ હતુ કે, 'કાશ્મીરા પૈસા માટે નાચનારા લોકોમાંની એક છે.' ત્યારથી લઈને આજ સુધી આ વિવાદ ઉકેલાયો નથી. ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ કહ્યુ કે તે જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી કૃષ્ણા અભિષેક અને તેના પરિવારને જોવા નથી માંગતી.

ગોવિંદાની પત્નીએ કૃષ્ણા અભિષેકની પત્નીને જોરદાર ઝાટકી
ગોવિંદાએ કપિલ શર્માના શોમાંથી કૃષ્ણાની અનુપસ્થિતિનો જવાબ ન આપ્યો પરંતુ તેની પત્ની સુનિયા આહૂજાએ ઈટાઈમ્સસાથે વાત કરીને કહ્યુ કે, 'મારા શબ્દોથી પરે એ જાણવા માટે વ્યથિત છુ કે કૃષ્ણા અભિષેકે એ એપિસોડનો હિસ્સો બનવાનો ઈનકાર કરવા અંગે શું કહ્યુ હતુ. જેમાં મારા પરિવાર અને મને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યુ કે બંને પક્ષ મંચ શેર કરવા નથી માંગતા.'

ગોવિંદા જ્યારે પણ કપિલ શર્મા શોમાં આવે છે, તેનો ભાણિયો..
સુનિતા આહૂજાએ ગયા વર્ષે ગોવિંદા દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં ગોવિંદાએ કૃષ્ણા પર માનહાનીકારક નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો. સુનિતા આહૂજાએ કહ્યુ કે, 'હું ફરીથી કહુ છુ કે અમે એક સમ્માનજનક અંતર જાળવી રાખવા માંગીએ છીએ પરંતુ આ એ પોઈન્ટ પર પહોંચી ગયો છે જ્યાં મારે આ મુદ્દાને ઉકેલવાની જરૂરત અનુભવાય છે. જ્યારે પણ અમે શોમાં આવીએ છીએ તો કૃષ્ણા અમારા વિશે મીડિયામાં માત્ર પ્રચાર માટે કંઈક-કંઈ કહે છે. પરંતુ કૃષ્ણા સિવાય પણ અમારો શો હિટ જ જાય છે અને આ શો પણ હિટ જ જશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
