Pics : જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન ઑફ પાર્ટીમાં એવલીન-નરગિસનો તડકો
મુંબઈ, 16 જૂન : દર વર્ષે મેલ સેલિબ્રિટીઓ જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન ઇવેંટમાં સ્ટાઇલિશ અવતારમાં પહોંચે છે. તાજેતરમાં જ યોજાયેલ પાંચમા જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન 2014માં પણ બૉલીવુડ અભિનેતાઓ સૈફ અલી ખાન, શાહિદ કપૂર, રાહુલ ખન્ના, નીલ નિતિન મુકેશ, અભય દેઓલ તથા આયુષ્માન ખુરાના હાજર રહ્યા હતાં.
બૉલીવુડ ઉપરાંત સ્ટાઇલિશ સ્પોર્ટ્સમેન યુવરાજ સિંહ તથા ઝહીર ખાન પણ આ ઇવેંટમાં હાજર રહ્યા હતાં. ઇવેંટમાં માત્ર હૅન્ડસમ સ્ટાઇલિશ મેન જ નહીં, પણ સ્ટાઇલિશ વુમન પણ હાજર રહી હતી કે જેમાં અભય દેઓલના લૅડી લવ પ્રીતિ દેસાઈનો સમાવેશ થાય છે. પ્રીતિ પોતાના હૉટ લાગતા હતાં, તો એવલીન શર્મા અને નરગિસ ફખરીએ પણ આ ઇવેંટમાં હાજર રહી હૉટનેસનો તડકો લગાવ્યો હતો.
ચાલો જોઇએ જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન ઑફ 2014 પાર્ટીની તસવીરો :

રાહુલ ખન્ના
વિનોદ ખન્નાના નાના પુત્ર રાહુલ ખન્ના ઘણા સમય બાદ આ ઇવેંટ દ્વારા જાહેરમાં દેખાયાં.

અભય-પ્રીતિ
અભય દેઓલ પોતાના હૉટ ગ્રલફ્રેન્ડ પ્રીતિ દેસાઈ સાથે હૅન્ડસમ લાગતા હતાં.

નીલ નિતિન મુકેશ
પડદા ઉપરથી ઘણા વખતથી ગાયબ નીલ નિતિન મુકેશ પણ આ ઇવેંટમાં હાજર રહ્યા હતાં.

મોહિત મારવાહ
ફગલી ફિલ્મ દ્વારા તાજેતરમાં જ બૉલીવુડ પ્રવેશ કરનાર મોહિત મારવાહ આ ઇવેંટમાં ઉપસ્થિત રહ્યા હતાં, જ્યારે તેમના બહેનો સોનમ અને રિહા કપૂરની ગેરહાજરી રહી હતી.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન ઑફ 2014 પાર્ટીમાં એકલા આવ્યા હતાં. એટલે કે કરીના કપૂર તેમની સાથે નહોતાં.

શાહિદ કપૂર
શાહિદ કપૂર કૅઝ્યુઅલ તથા ચિક લાગતા હતાં.

આયુષ્માન ખુરાના
સૂટમાં હૅન્ડસમ લાગતા હતાં આયુષ્માન ખુરાના.

નરગિસ ફખરી
ઉદય ચોપરા સાથે અફૅરના કારણે ચર્ચિત નરગિસ ફખરી પણ અહીં એકલા આવ્યા હતાં અને ખૂબ જ ગોર્જિયસ લાગતા હતાં.

અરુણોદય સિંહ
જિસ્મ 2 એક્ટર અરુણોદય સિંહ ફૉર્મલ સૂટમાં હૅન્ડસમ જણાતા હતાં.

ઝાયેદ ખાન
ઝાયેદ ખાને આ શું પહેરી રાખ્યું છે?

અમૃતા પુરી
અમૃતા પુરી આ ઇવેંટમાં પોતાના સ્ટાઇલિશ લુક સાથે જોવા મળ્યા હતાં.

કિરણ રાવ
આમિર ખાનના પત્ની કિરણ રાવ આ ઇવેંટમાં સિમ્પલ તથા ક્યૂટ લાગતા હતાં.

કરણ જૌહર
કરણ જૌહર પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

એવલીન શર્મા
એવલીન શર્મા પણ જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ મેન ઇવેંટમાં એકલા હાજર રહ્યા હતાં.

યુવરાજ-ઝહીર
ક્રિકેટર્સ યુવરાજ સિંહ તથા ઝહીર ખાન પણ આ પાર્ટીની શોભા બન્યા હતાં.












Click it and Unblock the Notifications
