Pics : ગ્રાન્ડ મસ્તીમાં છે નૉનવેજ જોક્સ, એટલે મચ્યો હોબાળો!

મુંબઈ, 11 સપ્ટેમ્બર : મસ્તી ફિલ્મની સફળતા બાદ હવે સિક્વલ ગ્રાન્ડ મસ્તી ટુંકમાં જ રિલીઝ થનાર છે, પરંતુ તે પહેલા ફિલ્મમાં અશ્લીલતા મુદ્દે હોબાળો મચ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, તો રાષ્ટ્રીય મહિલા પંચે પણ નારાજગી વ્યક્ત કરી છે.

દરમિયાન ગ્રાન્ડ મસ્તીના અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ વનઇંડિયા સાથે વાતચીત કરી અને ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. સોનાલી ગ્રાન્ડ મસ્તીમાં વિવેક ઓબેરૉયના પત્નીના રોલમાં છે. તેમણે ફિલ્મમાં કોઈ પણ વલ્ગર શબ્દનો ઉપયોગ કર્યો નથી. સોનાલીનું કહેવું છે કે આજની યુવાન પેઢી આ પ્રકારની ફિલ્મો જ જોવાનું પસંદ કરે છે. ભલે તેઓ પોતાના પરિવાર સાથે બેસી ફિલ્મ ન જોઈ શકે, પણ તેઓ ચોરી-ચોરી આવી ફિલ્મો જરૂર જુએ છે, પોતાના મિત્રો સાથે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં ઘણાં બધા નૉનવેજ જોક્સ છે કે જે સામાન્ય રીતે ટીનેજર્સ પોતાના મિત્રો સાથે મોબાઇલ વડે શૅર કરતાં હોય છે. સોનાલી કહે છે કે ફિલ્મમાં તેમનો રોલ જરાય વલ્ગર નથી. તેઓ એક સીધી-સાદી પત્નીના રોલમાં છે.

આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ ગ્રાન્ડ મસ્તી અંગે વધુ વિગતો :

ગ્રાન્ડ મસ્તી ફૅમિલી માટે છે

ગ્રાન્ડ મસ્તી ફૅમિલી માટે છે

સોનાલીનું કહેવું છે કે ગ્રાન્ડ મસ્તી ફિલ્મ સમ્પૂર્ણપણે ફૅમિલી માટે છે. જોકે ફૅમિલી એક સાથે બેસીને આ ફિલ્મ નહીં જોઈ શકે.

ઢગલા નૉનવેજ જોક્સ

ઢગલા નૉનવેજ જોક્સ

ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં નૉનવેજ જોક્સના ઢગલા છે કે જે સામાન્ય રીતે યુવાનો પોતાના મિત્રો સાથે શૅર કરતાં જ હોય છે.

વાલીને વાંધો નથી

વાલીને વાંધો નથી

સોનાલીએ જણાવ્યું કે તેમના વાલીને આ વાત સામે કોઈ વાંધો નથી કે તેઓ એક એડલ્ટ કૉમેડી ફિલ્મ કરે છે, કારણ કે તેમનું પાત્ર સ્વચ્છ છે. તેમાં કોઈ વલ્ગરિટી નથી.

મને તો સમજાતુંય નથી

મને તો સમજાતુંય નથી

સોનાલીએ કહ્યું કે શૂટિંગ દરમિયાન જ્યારે અમે સ્ક્રિપ્ટ વાંચતા હતા, ત્યારે અનેક વાર મને કેટલાંક જોક્સના અર્થ જ સમજાતા નહોતાં, કારણ કે તે જોક્સ થોડાક વધુ જ નૉનવેજ હતાં.

વધુ પ્રૅક્ટિકલ

વધુ પ્રૅક્ટિકલ

સોનાલીએ જણાવ્યું કે આજકાલ ફિલ્મોમાં તે દર્શાવાય છે કે જે આપણા સમાજમાં થતું હોય છે. ફિલ્મો સમાજનો આઇનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X