Pics : ગુલાબ ગૅંગે કરી મહિલાઓના વિજયની ઉજવણી
મુંબઈ, 5 જૂન : આવનાર ફિલ્મ ગુલાબ ગૅંગની ટીમે મહિલાઓની બહાદુરીના જશ્નની ઉજવણી કરતાં એક ઝુંબેશ બિલીવ લૉન્ચ કરી છે. ગુલાબ ગૅંગ મહિલાઓના એક જૂથના ધૈર્ય તથા દૃઢ સંકલ્પના વાસ્તવિક ઘટનાક્રમ પર આધારિત ફિલ્મ છે.
અનુભવ સિન્હા નિર્મિત અને સૌમિક સેન દિગ્દર્શિત આ ફિલ્મ ઉત્તર પ્રદેશના મહિલા સામાજિક કાર્યકર સમ્પત પાલ તથા મહિલાઓના તેમના જૂથ ગુલાબી ગૅંગની વાર્તા છે. આ જૂથ રાજ્યમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે. બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા આ ફિલ્મમાં કેન્દ્રીય ભૂમિકામાં છે. બંને અભિનેત્રીઓને વિશ્વાસ છે કે ફિલ્મમાં તેમની ભૂમિકા દર્શકોને જરૂર પ્રભાવિત કરશે. આ પ્રસંગે અનુભવ સિન્હા પણ ઉપસ્થિત હતાં.

અનુભવ સિન્હા
મહિલાઓની જીતની ઉજવણી પ્રસંગે ગુલાબ ગૅંગના નિર્માતા અનુભવ સિન્હા ઉપસ્થિત રહ્યા હતાં.

જુહી-અનુભવ-માધુરી
માધુરી દીક્ષિતે જણાવ્યું - એક કલાકાર હોવાના નાતે મારૂં કામ પોતાની કળા તથા પોતાની ફિલ્મોના માધ્યમથી લોકોને પ્રભાવિત કરવું છે.

જુહી
જુહી ચાવલાએ જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ગુલાબ ગૅંગ મહિલાઓને પ્રેરિત કરશે.

માધુરી
માધુરીએ જણાવ્યું - આ બિલીવ ઝુંબેશ વડે મને આપની સામે એવા બનાવોને મૂકવાની તક મળી છે કે જે અમે સૌના માટે પ્રેરણાદાયક છે. હું દેશની તમામ બહાદુર મહિલાઓને સલામ કરુ છું.

મહિલાઓને અનુભવો શૅર કરવાની તક
બનારસ મીડિયા વર્ક્સ તથા ગુલાબ ગૅંગના સંયોજન સાથે શરૂ કરાયેલ ઝુંબેશમાં દેશ ભરની તેવી મહિલાઓને પોતાના અનુભવો શૅર કરવાની તક મળશે કે જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં ઝિંદગીમાં હાર માની નથી. એવા વીસ બનાવોની પસંદગી કર તેમની ઉપર લઘુ ફિલ્મો બનાવવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
