દેવામાં ડુબેલા હતા ગુરૂચરણ સિંહ? જાણો પોલીસને તપાસમાં અત્યારસુધી શું મળ્યુ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સોઢી એટલે કે ગુરૂચરણ સિંહ અચાનક ગાયબ થઈ જતા પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં કેટલીક મોટી વાતો સામે આવી છે.

રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

Gurcharan Singh

તપાસમાં સામે આવ્યું છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ દિલ્હી એરપોર્ટથી મુંબઈ જવાના હતા પરંતુ તેઓ એરપોર્ટ તરફ ગયા નથી. તે દિલ્હીના જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

જાણવા મળ્યું હતું કે અભિનેતા પોતાની બેગ લટકાવીને જુદા જુદા વિસ્તારોમાં ફરતા હતા. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે.

અહેવાલો અનુસાર, ગુરુચરણ સિંહ લગ્ન કરવાના હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અભિનેતા લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હત. પરંતુ આ તમામ બાબતો વચ્ચે અભિનેતાનું અચાનક ગાયબ થવું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

બીજી તરફ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ અભિનેતાની આવી હાલત જોઈને ચાહકો ખૂબ જ ચિંતિત છે. પોલીસ સમજી શકતી નથી કે અભિનેતાનું અપહરણ કરવામાં આવ્યું છે કે તે ખરેખર ગુમ થયા છે. હાલ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે.

સામે આવ્યું છે કે ગુરુચરણ સિંહે દિલ્હીના અલગ-અલગ ATMમાંથી અંદાજે 7000 રૂપિયા ઉપાડ્યા હતા. હાલ પોલીસ તેનો ફોન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં દિલ્હીમાં છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. જણાવી દઈએ કે 22 એપ્રિલની રાત્રે ગુરુચરણ સિંહ અચાનક ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહે પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘણી પ્રસિદ્ધિ મેળવી. તેમણે તેમાં સોઢીનું પાત્ર ભજવ્યું અને દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા.

જો કે બાદમાં તેણે શો છોડી દીધો. તેના પિતા લાંબા સમયથી બીમાર હતા અને તેમની સંભાળ રાખવા માટે અભિનેતાએ શો અધવચ્ચે જ છોડી દેવાનો નિર્ણય કર્યો. આ પછી અભિનેતાએ અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X