For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy B'day Mithunda: શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા મિથુન ચક્રવર્તી, પરિણીત હોવા છતાં ગુપચુપ કર્યા હતા લગ્ન!

મિથુન ચક્રવર્તી બનેલા અભિનેતાનુ અફેર શ્રીદેવી સાથે પણ રહી ચૂક્યુ છે. જાણો સંપૂર્ણ વિગત.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના ડિસ્કો ડાંસર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે અને તેઓ 71 વર્ષના થઈ ચૂક્યા છે. મિથુન ચક્રવર્તી અભિનેતામાંથી નેતા બની ચૂક્યા છે અને થોડા દિવસ પહેલા સુધી તેમના ભાષણો છવાયેલા હતા. ગૌરાંગ ચક્રવર્તીથી મિથુન ચક્રવર્તી બનેલા અભિનેતાનુ અફેર શ્રીદેવી સાથે પણ રહી ચૂક્યુ છે. શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીની લવસ્ટોરી પર બંને સ્ટાર્સે ક્યારેય મ્હોર નથી લગાવી પરંતુ બંનેના અફેરની ચર્ચા કોઈથી છૂપી નથી.

વર્ષ 1984માં મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીની ફિલ્મ જાગ ઉઠા ઈન્સાન રિલીઝ થઈ જેમાં પહેલી વાર બંનેએ સાથે કામ કર્યુ. ફિલ્મ બાદ બંનેના અફેરના સમાચારો પણ સામાન્ય થઈ ગયા હતા. પરંતુ મિથુન ચક્રવર્તી પહેલેથી જ પરિણીત હતા તેમની પત્ની યોગિતાએ જ શ્રીદેવી-મિથુનના પ્રેમનો વિરોધ કર્યો.

મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ ગુપચુપ કર્યા લગ્ન

મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ ગુપચુપ કર્યા લગ્ન

કથિત રીતે મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ ગુપચુપ લગ્ન પણ કરી દીધા હતા અને લગભગ 3 વર્ષ સુધી બંને સાથે રહ્યા પરંતુ મિથુનની પહેલી પત્ની યોગિતાને આ સમાચાર મળ્યા તો તેણે તરત જ મિથુનને શ્રીદેવીને છોડવા માટે કહ્યુ. મીડિયા રિપોર્ટ મુજબ યોગિતાએ પતિના બીજી લગ્ન વિશે સાંભળીને સુસાઈડ કરવાની કોશિશ કરી હતી. મિથુન ચક્રવર્તીને પોતાની પહેલી પત્નીના કારણે શ્રીદેવીને છોડવી પડી અને પોતાની પત્ની અને બાળકો પાસે પાછુ જવુ પડ્યુ.

ત્રણ વર્ષ બાદ તૂટી ગયા શ્રીદેવી-મિથુનના લગ્ન

ત્રણ વર્ષ બાદ તૂટી ગયા શ્રીદેવી-મિથુનના લગ્ન

મીડિયા રિપોર્ટ મુજબ મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા બહાદ વર્ષ 1988માં અલગ થઈ ગયા. પછી બંનેનો સંબંધ હંમેશા માટે ખતમ થઈ ગયો.

શ્રીદેવીએ પસંદ કર્યો પોતાનો બીજો જીવનસાથી

શ્રીદેવીએ પસંદ કર્યો પોતાનો બીજો જીવનસાથી

શ્રીદેવીએ ક્યારેય પણ મિથુન સાથે પોતાના સંબંધને કબૂલ કર્યો નથી. મિથુન ચક્રવર્તીથી અલગ થયા બાદ શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા. શ્રીદેવીને બે દીકરીઓ છે ખુશી કપૂર અને જ્હાનવી કપૂર.

પહેલી જ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ અવૉર્ડ

પહેલી જ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ અવૉર્ડ

મિથુન ચક્રવર્તીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1976માં આવેલી ફિલ્મ મૃગયાથી કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટર માટે નેશનલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મિથુનચક્રવર્તી હાલમાં ભાજપમાં શામેલ થયા છે. બંગાળ ચૂંટણીમાં ભાજપના મુખ્ય ચહેરામાંની એક છે.

English summary
Happy B'day Mithunda: Mithun Chakraborty's secret marriage and controversial affair with Sridevi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X