Happy B'day Priyanka Chopra: એક ફિલ્મ માટે 12 કરોડ ફી લે છે પ્રિયંકા, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો
ચાલો આજે પ્રિયંકા ચોપડાના જન્મદિવસ પર જાણીએ અભિનેત્રીની સંપત્તિ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો...
મુંબઈઃ બૉલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ગ્લોબલ સ્ટાર છે. અભિનેત્રીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને એવા લોકોની કોઈ કમી નથી જેઓ તેને પોતાની પ્રેરણા માને છે. અભિનેત્રીએ પોતાના અભિનય અને મહેનતના બળ પર આજે જે સ્થાન હાંસલ કર્યુ છે તે ખરેખર ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ માટે સપના સમાન છે. એટલુ જ નહિ પ્રિયંકા તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીએ આ સ્થાન મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે. ચાલો આજે પ્રિયંકા ચોપડાના જન્મદિવસ પર જાણીએ અભિનેત્રીની સંપત્તિ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો...

હૉલિવુડમાં પણ રિચેસ્ટ એક્ટ્રેસ
સેલિબ્રિટીઝની નેટવર્થ જણાવતી વેબસાઇટ caknowledge.com મુજબ પ્રિયંકા ચોપડાની અંદાજિત નેટવર્થ આશરે 35 મિલિયન યુએસ ડોલર છે. જે 270 કરોડ ભારતીય રૂપિયા છે. પ્રિયંકા ચોપડા માત્ર બૉલિવુડની જ નહિ પરંતુ હૉલીવુડની પણ સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે. માત્ર ભારતમાં જ નહિ પ્રિયંકા ચોપડાની વિદેશમાં પણ પ્રોપર્ટી છે.

જૂહુમાં છે આલીશાન બંગલો
પ્રિયંકા ચોપડાનો જુહુમાં આલીશાન બંગલો છે. અભિનેત્રીએ આ બંગલામાં નિક સાથે સગાઈ કરી હતી. તેની પાસે ગોવામાં બીચ નજીક એક આલીશાન ઘર છે. આ સિવાય મુંબઈના ઓશિવારામાં વાસ્તુ પ્રિસિંક્ટમાંપ્રિયંકા ચોપડાની ઑફિસ છે. અભિનેત્રી અમેરિકા શિફ્ટ થયા બાદ તેણે તેને ભાડે આપી છે. જૂનમાં તેણે 2 લાખના ભાડા પર તેની ઑફિસ આપી.

માયાનગરીમાં પ્રિયંકાની ઑફિસ
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ઑફિસ મુંબઈના ઓશિવારામાં વાસ્તુ પ્રીસિન્ટમાં છે. અભિનેત્રી અમેરિકા શિફ્ટ થયા બાદ તેણે તેને ભાડે લીધી છે. જૂન મહિનામાં તેણે તેની ઓફિસ 2.11 લાખમાં ભાડે લીધી છે.

જ્યારે બની મિસ વર્લ્ડ
પ્રિયંકા ચોપડાનો જન્મ બિહારમાં થયો હતો. પ્રિયંકા કિશોરાવસ્થામાં અમેરિકામાં રહેતી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ અભિનેત્રીની લોકપ્રિયતા આકાશને આંબવા લાગી હતી. તમે કહી શકો કે જીવનના આ તબક્કા પછી અભિનેત્રીને વાસ્તવિક ઓળખ મળવા લાગી.

પ્રિયંકાની વાર્ષિક આવક
ફૉર્બ્સ ઇન્ડિયાની 2019 સેલિબ્રિટી 100ની યાદી અનુસાર પ્રિયંકા ચોપડાની વાર્ષિક કમાણી રૂ. 23.4 કરોડ છે. જેમાં અભિનેત્રીની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, ફિલ્મ ડીલ્સ, ઇવેન્ટની રજૂઆતો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પ્રોડક્શન્સમાંથી નાણાંનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે પ્રિયંકાને એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા મળે છે.

ઘણા શહેરોમાં છે અભિનેત્રીની સંપત્તિ
અભિનેત્રી પ્રિયંકા ચોપડા માયાનગરી મુંબઈમાં રિયલ એસ્ટેટના ઘણા સોદા કરે છે. તેને વિવિધ સ્થળોએ પ્રોપર્ટી વેચવાનુ અને ખરીદવાનુ પસંદ છે અને હાલમાં તે મુંબઈ, લૉસ એન્જલસ અને ગોવા જેવા અનેક શહેરોમાં પ્રોપર્ટી ધરાવે છે. તેણે આ પહેલા વર્ષ 2020માં લોખંડવાલા કૉમ્પ્લેક્સના કરણ એપાર્ટમેન્ટમાં પોતાનુ ઘર વેચ્યુ હતુ. વળી,પ્રિયંકાએ વિદેશમાં પોતાની આલીશાન હોટેલ શરૂ કરી છે.

ચર્ચામાં છે સોના હોમવેર
આ બધા સિવાય પ્રિયંકા ચોપડાએ વિદેશમાં પણ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. અભિનેત્રીએ 'સોના હોમ'ના નામથી નવી હોમવેર બ્રાન્ડ શરૂ કરી છે. જો પ્રિયંકાની વાત માનીએ તો તેણે દેશભરમાં પોતાની સંસ્કૃતિ દર્શાવવા માટે આ હોમ વેર લૉન્ચ કર્યુ છે. અભિનેત્રીએ પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રિયંકા દેશી સ્ટાઈલનો સામાન વેચવાનો દાવો કરે છે.












Click it and Unblock the Notifications
