Happy B'day Samantha: સામંથા રુથ પ્રભુ પાસે છે બંગલા, લક્ઝરી ગાડીઓ, જાણો તેની સંપત્તિ, જીવન વિશે રસપ્રદ વાતો
Samantha Ruth Prabhu Net Worth: સાઉથ સિનેમાની ફેમસ અને દિગ્ગજ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પોતાના દમ પર એક ફિલ્મને હીટ કરાવી શકે છે. આજે તે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે.
સામંથાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શાકુંતલમાં તેની એક્ટિંગની ભરપૂર પ્રશંસા કરવામાં આવી. સામંથાનો જન્મ 28 એપ્રિલ, 1987ના રોજ ચેન્નઈમાં થયો હતો. આવો જાણીએ તેની કુલ સંપત્તિ અને જીવન વિશે અન્ય રસપ્રદ વાતો.

સામંથાનો જન્મ અને અભ્યાસ
સામંથાના પિતા તેલુગુ અને માતા મલયાલી હતી. તેણે ચેન્નઈની હોલી એંજલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્ટેલા મેરિસ કૉલેજમાંથી કૉમર્સની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશ બાદ તેણે મૉડલિંગ શરુ કર્યુ. મૉડલિંગ દરમિયાન ફિલ્મમેકર રવિ વર્મની નજર તેના પર પડી.
કરિયર
સામંથાએ તેની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2010માં 'યે માયા ચેસ્વે' ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેણે ઘણા દિગ્ગજ સાઉથ સ્ટાર્સ સાથે કામ કર્યુ. હાલમાં સાઉથના દરેક મોટા ડાયરેક્ટર તેને પોતાની ફિલ્મમાં લેવા માંગે છે.
લગ્નજીવન
સામંથાએ વર્ષ 2017માં તેલુગુ સુપર સ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. થોડો સમય સારુ ચાલ્યા પછી બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ અને બંનેએ ડિવૉર્સ લઈ લીધા. થોડા સમય પહેલા જ સામંથાને એક ઓટો ઈમ્યુન ડીસીઝ થયો હતો. જેની સારવાર તેણે કોરિયા જઈને કરાવી હતી.
લાઈફસ્ટાઈલ
સામંથા આજે એક લક્ઝુરીયસ લાઈફ જીવે છે. હૈદરાબાદના પૉશ વિસ્તાર જુબલી હિલ્સમાં તેનો એક શાનદાર બંગલો છે. તેને લક્ઝરી ગાડીઓનો ખૂબ શોખ છે. મુંબઈમાં પણ તેણે પોતાનુ એક ઘર ખરીદ્યુ છે. સામંથા એક સ્કૂલ ચલાવે છે અને તેની એક કપડાંની બ્રાન્ડ પણ છે.
નેટવર્થ
મીડિયા રિપોર્ટ મુજબ સામંથાની નેટવર્થ લગભગ 100 કરોડ રુપિયા છે. તે વાર્ષિક કમાણી નવ કરોડ રુપિયા છે. સામંથા એડમાંથી પણ ખૂબ કમાણી કરે છે. માહિતી મુજબ તે એક ફિલ્મ માટે ત્રણથી પાંચ કરોડ રુપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર પેડ પોસ્ટ માટે તે 20 લાખ રુપિયા ચાર્જ કરે છે.
વર્કફ્રંટ
સામંથા હાલમાં શાકુંતલમમાં ફિલ્મમાં દેખાઈ હતી. તે ટૂંક સમયમાં સિંટાડેટના ભારતીય સંસ્કરણમાં જોવા મળશે. આ વેબ સીરિઝમાં તેની સાથે વરુણ ધવન પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.












Click it and Unblock the Notifications
