Happy B'day શાહરુખ ખાનઃ જન્મદિવસે રોશનીથી ઝગમગ્યુ મન્નત, ફેન્સે કહ્યુ - મન્નત જન્નત બની ગયુ, જુઓ Video

કિંગ ખાનના જન્મદિવસ અને દિવાળીની ખુશીમાં મન્નતને જન્નતની જેમ સજાવવામાં આવ્યુ છે. જુઓ વીડિયો.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનનો આજે 2 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. શાહરુખ ખાન આજે પોતાનો 56મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહરુખ ખાનના જન્મદિવસ પહેલા તેમના ઘર મન્નતને સજાવવામાં આવ્યુ છે. સામે આવેલા ફોટા અને વીડિયોમાં આખુ મન્નત રોશનીથી ઝગમગી રહ્યુ છે. પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે કિંગ ખાનના જન્મદિવસ અને દિવાળીની ખુશીમાં મન્નતને જન્નતની જેમ સજાવવામાં આવ્યુ છે. ઘરના દરેક માળ પર ઝગમગતી રોશની કરવામાં આવી છે.

શાહરુખ ખાનના ઘરે આવ્યો ખુશીઓનો ઓવરડોઝ

શાહરુખ ખાનના ઘરે આવ્યો ખુશીઓનો ઓવરડોઝ

વાસ્તવમાં શાહરુખ ખાનના ઘરે ખુશીઓનો ઓવરડોઝ થયો છે. હમણા થોડા દિવસ પહેલા જ ડ્રગ્સ કેસમાં જેલમાંથી જામીન પર શાહરુખ ખાનનો દીકરો આર્યન બહાર આવ્યો છે. આ દરમિયાન આજે શાહરુખ ખાનનો જન્મદિવસ છે. વળી, બે દિવસ પછી 4 નવેમ્બરે દિવાળી છે. એવામાં કિંગ ખાનના પરિવાર પાસે સેલિબ્રિટ કરવાના ઘણા કારણ છે. આને ધ્યાનમાં રાખીને શાહરુખ ખાનના ઘરને ખૂબ જ સજાવવામાં આવ્યુ છે. ઘરના દીવા અને લાઈટ્સને ડેકોરેટ કરવામાં આવ્યુ છે.

શાહરુખનુ મન્નત જોઈ ફેન્સ બોલ્યા - આ તો જન્નત છે

શાહરુખનુ મન્નત જોઈ ફેન્સ બોલ્યા - આ તો જન્નત છે

શાહરુખ ખાનના ઘર મન્નતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થવા લાગ્યો છે. ઘણા ફેન્સે કમેન્ટ કરીને લખ્યુ કે મન્નતો આજે જન્નત બની ગયુ. વળી, અમુક ફેન્સે શાહરુખ ખાનના ફિલ્મના ડાયલોગ લખીને કહ્યુ, 'આની ક્યાં જરુર છે એક ફૂંક મારી લો આખી દુનિયા ઝગમગશે.' એક યુઝરે એમ પણ કહ્યુ, 'સુંદર હેપ્પી બર્થડે અને દિવાળી.' એક યુઝરે કમેન્ટ કરીને કહ્યુ, 'મન્નત કે જન્નત.'

નવેમ્બરમાં જ આવે છે શાહરુખ અને આર્યનનો જન્મદિવસ

નવેમ્બરમાં જ આવે છે શાહરુખ અને આર્યનનો જન્મદિવસ

શાહરુખ ખાન અને તેમના દીકરા આર્યન ખાનનો જન્મદિવસ નવેમ્બરમાં જ આવે છે. શાહરુખ ખાનનો જન્મદિવસ 2 નવેમ્બરે જ્યારે આર્યન ખાનનો જન્મદિવસ 13 નવેમ્બરે આવે છે. શાહરુખ ખાનનો જન્મ 1965માં દિલ્લીમાં થયો છે.

હાલમાં જ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) દ્વારા ધરપકડ કરાયા બાદ ચર્ચામાં હતા. મુંબઈ ક્રૂઝ કેસમાં આર્યનને ગયા સપ્તાહે આર્થર રોડ જેલમાં લગભગ એક મહિનો વીતાવ્યા બાદ જામીન મળ્યા હતા. 23 વર્ષીય આર્યનના જામીનના સમાચાર મળ્યા બાદ શાહરુખ ખાનનો એડવોકેટ સતીશ માનશિંદે અને આર્યનની લીગલ ટીમ સાથે હસતો ફોટો સામે આવ્યો હતો. આ ફોટામાં તેમના મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી.

આર્યનના જેલમાં રહેવા દરમિયાન ઋતિક રોશન, રાહુલ ધોળકિયા, સંજય ગુપ્તા, હંસલ મહેતા, રવીના ટંડન, જૉની લીવર, કનિકા ઢિલ્લોં, રીમા કાગતી, ફરાહ ખાન, સુઝાન ખાન, અલી ફઝલ સહિત અન્ય ઘણી હસ્તીઓએ શાહરુખ અને તેની પત્નીનુ સમર્થન કર્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X