શાહરુખ ખાનની દીકરીનો બર્થડેઃ શનાયા કપૂરે શેર કર્યો સુહાના ખાનનો ડાંસ Video

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આજે પોતાનો 21મો બર્થડે મનીવી રહી છે. આ પ્રસંગે તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર અને અનન્યા પાંડેએ તેને ખૂબ યાદગાર રીતે વિશ કર્યુ છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આજે પોતાનો 21મો બર્થડે મનીવી રહી છે. આ પ્રસંગે તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર અને અનન્યા પાંડેએ તેને ખૂબ યાદગાર રીતે વિશ કર્યુ છે. બૉલિવુડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાનને વિશ કરીને એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે. શનાયા કપૂરનો શેર કરેલો વીડિયો તેના બાળપણનો છે જેમાં સુહાના ખાન અને અનન્યા પાંડે દેખાઈ રહી છે. આ વીડિયોમાં ત્રણે બેસ્ટ ફ્રેન્ડ કોઈ સ્વીમિંગ પુલ પર ડૉન ફિલ્મના ગીત 'યે મેરા દિલ પ્યાર કા દીવાના' ગીત પર ડાંસ કરી રહ્યા છે. ત્રણેએ સુંદર સ્વીમસૂટ પહેર્યો છે.

શનાયા કપૂરે વીડિયો શેર કરીને લખ્યુ...

શનાયા કપૂરે વીડિયો શેર કરીને લખ્યુ...

આ વીડિયો શેર કરીને શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, 'જન્મદિન મુબારક હો મેરી સૂઈ, આપણે હંમેશાથી જ આ રીતે સાથે ડાંસ કરતા રહ્યા.' આ વીડિયોમાં શનાયાની મા મહદીપ કપૂર, અનન્યા પાંડેની મા ભાવના પાંડેએ કમેન્ટ કરી છે. બંને મહદીપ અને ભાવનાએ આ પોસ્ટ પર હાર્ટનુ ઈમોજી શેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો અનન્યા પાંડેએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

સુહાના ખાનના બાળપણનો ફોટો

સુહાના ખાનના બાળપણનો ફોટો

આ વીડિયો સાથે શનાયાએ બાળપણનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં સુહાના ખાન અને અનન્યા પાંડે બંને દેખાઈ રહ્યાછે. આ ફોટામાં ત્રણેએ માથા પર ફૂલ લગાવ્યુ છે. આ ફોટોને શેર કરીને શનાયા લખે છે, 'લવ યુ સુહાના ખાન અને અનન્યા પાંડે.'

સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ્ઝ

સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ્ઝ

સુહાના ખાનને વિશ કરવા માટે અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બાળપણનો ફોટો શેર કર્યો છે જેમાં તે સુહાના ખાન સાથે દેખાઈ રહી છે. અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂર ત્રણે બાળપણના બેસ્ટ ફ્રેન્ડ છે. ત્રણે સાથે રહેતા હતા. આ ત્રણેની ત્રિપુટીને તેમના પેરેન્ટ્સે 'ચાર્લીઝ એંજલ્સ' નામ આપ્યુ હતુ.

સુહાના ખાનની મા ગૌરી ખાન

સુહાના ખાનની મા ગૌરી ખાન

આ પહેલા કાલે સુહાના ખાનની મા ગૌરી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી સુહાનાનો ક્લાસી ફોટો શેર કરીને તેને બર્થડે વિશ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે સુહાના ખાન હાલમાં ન્યૂયોર્કમાં પોતાનુ હાયર એજ્યુકેશન પૂરુ કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે અભ્યાસ પૂરો કર્યા બાદ તે બૉલિવુડમાં એન્ટ્રી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X