B'day Spl: સલમાન વગર ફ્લોપ હતું કરિયર, હવે મળ્યો અક્ષયનો સાથ
[ફીચર] જેકલીન ફર્નાંડીસ બોલીવુડની એ અભિનેત્રીઓમાની એક છે, જેણે પોતાની એક અલગ છાપ ઇંડસ્ટ્રીમાં બનાવી છે. વર્ષ 2009માં ફિલ્મ અલાદ્દીનની સાથે બોલીવુડમાં પ્રકટ થનારી જેકલીન આજે લગભગ ટોપ એક્ટર્સની સાથે કામ કરી ચૂકી છે. સલમાન ખાનથી લઇને રણવીર કપૂરની સાથે તેમની જોડી બની ચૂકી છે.
જેકલીન ફર્નાંડીસ મિસ શ્રીલંકા રહી ચૂકી છે. હોટ છે, સેક્સી છે, પરંતુ હા ફિલ્મી કરિયરની વાત આવે તો તેમના લિસ્ટમાં ફ્લોપ ફિલ્મોની ભરમાર છે. હાલમાં તેમની ફિલ્મોને જોઇને લાગે છે કે તેમણે હજી થોડી ફિલ્મો સલમાન ખાન સાથે જ કરવી જોઇએ... જેથી કિક જેવી ફિલ્મો તેમની લિસ્ટમાં જોડાઇ જાય...
આજે જેકલીનના જન્મદિવસ પર આવો જોઇએ તેમનું બોલીવુડ કરિયર...

જેકલીન ફર્નાંડીસ
જેકલીન ફર્નાડીસે વર્ષ 2009માં ફિલ્મ અલાદ્દીનની સાથે બોલીવુડમાં એંટ્રી લીધી હતી. ફિલ્મમાં જેકલીનની સાથે રિતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન પણ હતા.

અક્ષયનો સાથ
પછી એક બે ફિલ્મો બાદ જેકલીનને અક્ષય કુમારનો સાથ મળ્યો. અથવા તો એમ કહો કે સાઝિદ ખાનનો સાથ મળ્યો. જેકલીનને આપણે હાઉસફુલમાં આઇટમ સોંગ અને હાઉસફુલ-2માં જોઇ હતી.

ફ્લોપ કરિયર
આની વચ્ચે જેકલીન વધુ એક-બે ફિલ્મોમાં દેખાતી રહી, જેમકે મર્ડર-2, રેસ-2 પરંતુ આ ફિલ્મોએ તેના કરિયરને કોઇ મદદ ના કરી.

સલમાન ખાન
પછી તેને મળ્યો સલમાન ખાનનો સાથ, સલમાનની સાથે ફિલ્મ કિક જેકલીનની હાલમાં એકમાત્ર હિટ ફિલ્મ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

ટોપ એક્ટ્રેસ
સલમાન ખાનની સાથે એક ફિલ્મ હિટ થતા જ જેકલીન બોલીવુડની ટોપ એક્ટ્રેસિસની લિસ્ટમાં શુમાર થઇ ગઇ છે. સલમાન અને જેકલીન ખૂબ જ સારા મિત્રો છે.

રોય
જોકે આ વર્ષે આવેલી ફિલ્મ રોય સુપરફ્લોપ રહી. અને એકવાર ફરી જેકલીનનું કરિયર હચમચી ગયું. રોયમાં અર્જુન રામપાલ અને રણબીર કપૂરની સાથે તેની જોડીને દર્શકોએ ખરાબ રીતે નકારી દીધું.

બ્રધર્સ
આ શુક્રવારે જેકલીન અક્ષય કુમારની સાથે ફિલ્મ બ્રધર્સમાં જોવા મળશે. આશા છે કે સલમાન બાદ અક્ષય પણ જેકલીનની સાથે એક હિટ ફિલ્મ આપી શકે.

જન્મદિવસની શુભેચ્છા
આજે અમે જેકલીનને દિલથી બર્થડે વિશ કરી રહ્યા છીએ આશા છે કે ટૂંક સમયમાં આપણને તેમની જબરદસ્ત ફિલ્મો જોવા મળશે.












Click it and Unblock the Notifications
