For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday : આપબળે મુકામ હાસલ કર્યો પરિણીતીએ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 ઑક્ટોબર : પરિણીતી ચોપરા બૉલીવુડમાં હવે કોઈ અજાણ્યુ નામ નથી. એમ તો તેઓ બૉલીવુડના હિટ એન્ડ હૉટ ગર્લ પ્રિયંકા ચોપરાના બહેન તરીકે પણ હવે જાણીતા છે, પરંતુ જ્યારે તેઓ પહેલી વાર રૂપેરી પડદે નજરે પડ્યાં, ત્યારે મોટાભાગના લોકો નહોતા જાણતાં કે તેઓ પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન છે.

પરિણીતી ચોપરા આજે 25 વર્ષના થઈ ગયાં અને આ સાથે જ બૉલીવુડમાં તેમને 2 વર્ષ થયાં છે. પરિણીતી ચોપરાનો હરિયાણાના અંબાલા ખાતે એક પંજાબી ફૅમિલીમાં 22 ઑક્ટોબર, 1988ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ પવન ચોપરા તથા માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતી ચોપરાના બે બહેનો બૉલીવુડમાં સક્રિય છે. તેમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત મીરા ચોપરાનો પણ સમાવેશ થાય છે.

પરિણીતી ચોપરા એવા અભિનેત્રી છે કે જેઓએ બૉલીવુડમાં આજે જે મુકામ હાસલ કર્યો છે, તે સ્વબળે કર્યો છે. તેમણે ક્યારેય પોતાના બહેન પ્રિયંકા ચોપરાના સ્ટારડમનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન નથી કર્યો. એટલું જ નહીં, અનેક વખત પ્રિયંકા ચોપરા સાથે તેમના મતભેદના સમાચારો ઉઠતા રહ્યાં છે, પરંતુ પરિણીતી ચોપરા હંમેશા કહેતા આવ્યાં છે કે તેમના મોટા બહેન પ્રિયંકા ચોપરા તેમના પ્રેરક-બળ છે. પરિણીતા અને પ્રિયંકા વચ્ચે ટક્કરની વાત ગત માસે પણ સામે આવી હતી કે જ્યારે ઝંજીર અને શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી.

આવો તસવીરો સાથે જોઇએ પરિણીતી ચોપરાની ફિલ્મી સફર :

પચ્ચીસના થયાં પરિણીતી

પચ્ચીસના થયાં પરિણીતી

પરિણીતી ચોપરા આજે 25 વર્ષના થઈ ગયાં છે. આ સાથે જ તેઓ બૉલીવુડમાં પણ બે વર્ષના થઈ ગયાં છે.

સાઇડ રોલ સાથે શરુઆત

સાઇડ રોલ સાથે શરુઆત

પરિણીતીની પ્રથમ ફિલ્મ હતી મનીષ શર્મા દિગ્દર્શિત લૅડીઝ વર્સિસ રિકી બહેલ. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં હતાં. પરિણીતીએ સાઇડ રોલ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી.

પ્રથમ હિટ

પ્રથમ હિટ

પરિણીતી ચોપરા પહેલી વાર લીડ રોલ સાથે યશ રાજ બૅનર્સની ઇશકઝાદે ફિલ્મમાં આવ્યાં. આ તેમની બીજી ફિલ્મ હતી. હબીબ ફૈઝલ દિગ્દર્શિત આ ફિલ્મમાં તેમના હીરો અર્જુન કપૂર હતાં. આ ફિલ્મ હિટ રહી હતી અને આ સાથે જ પરિણીતી બૉલીવુડમાં છવાઈ ગયાં.

પ્રિયંકા પ્રેરક

પ્રિયંકા પ્રેરક

પરિણીતી ચોપરાની ત્રીજી અને છેલ્લી ફિલ્મ હતી શુદ્ધ દેસી રોમાંસ કે જેમાં તેમના હીરો સુશાંત સિંહ રાજપૂત હતાં. આ ફિલ્મ સાથે જ પરિણીતીના પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાની ઝંજીર પણ રિલીઝ થઈ હતી અને બૉલીવુડમાં બે બહેનો વચ્ચે બૉક્સ ઑફિસે ટક્કરની વાત ઉપજી હતી, પરંતુ પરિણીતી હંમેશા કહે છે કે પ્રિયંકા તેમના પ્રેરક છે.

પહેલી વાર ખેલાડી સાથે

પહેલી વાર ખેલાડી સાથે

પરિણીતી ચોપરા પહેલી વાર અક્ષય કુમાર સાથે આવી રહ્યાં છે. તામિળ ફિલ્મ થુપક્કીની હિન્દી રીમેકમાં તેઓ બૉલીવુડના ખેલાડી સાથે નજરે પડશે. એ આર મુરુગડોસ દિગ્દર્શિત આ ફિલ્મ જાન્યુઆરી-2014માં રિલીઝ થવાની છે.

હસી તો ફસી

હસી તો ફસી

પરિણીતી ચોપરાની 2014માં બીજી એક ફિલ્મ હસી તો ફસી પણ રિલીઝ થવાની છે. વિનિલ મૅથ્યુ દિગ્દર્શિત હસી તો ફસી ફિલ્મમાં પરિણીતીના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આ ફિલ્મ ફેબ્રુઆરી-2014માં રિલીઝ થશે.

English summary
Bollywood Actress Parineeti Chopra turns 25 Today. She started her bollywood career with Ladies Vs Ricky Bahl. Her last film was Shuddh Desi Romance and upcomming film is Hasee Toh Phasee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X