• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપરા બર્થડે: ત્રણ વાર સુસાઇડ, એક્સ અને બોલ્ડ વાતો

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપરા આજે પોતાનો 36 મોં જન્મદિવસ ઉજવી રહી છે અને હાલમાં તે બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રી બની ચુકી છે. ખાસ કરીને જ્યારથી પ્રિયંકા ચોપરા ઇન્ટરનેશનલ સ્ટાર બની છે તેને બોલ્ડ નિવેદન આપવાનું ચાલુ કરી દીધું છે. પ્રિયંકા ચોપરા તેના બેબાક નિવેદન માટે જાણીતી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રિયંકા ચોપરાએ એક એક્સની જેકેટ થી લઈને ફોન સેક્સ સુધી અને બ્રા થી લઈને બેડરૂમ સુધી દરેક વસ્તુઓ પર ખુલીને વાત કરી. અમે આજે તમારા માટે બધા જ બોલ્ડ નિવેદનો લઈને આવ્યા છે. પ્રિયંકાને એક શૉમાં પૂછવામાં આવ્યું કે શુ તમે લાઈન ઓન કરીને સેક્સ કર્યું છે, શુ તમે ફોન સેક્સ કર્યું છે, શુ તમે બ્રેકઅપ પછી પણ બોયફ્રેન્ડને કિસ કરી છે, શુ બાથરૂમમાં કોઈને સાથે નાહયું છે અને પ્રિયંકાના બધા જ જવાબ હા હતા.

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં સૌથી પહેલા અક્ષય કુમાર સાથે ઐતરાજ ફિલ્મ સાઈન કરી હતી. પરંતુ ફિલ્મ પોસ્ટપોન થઇ ગયી અને તેની બીજી ફિલ્મ હીરો - સ્ટોરી ઓફ ધ સ્પાઈ રિલીઝ થઇ ગયી. આ બંને ફિલ્મ એક પછી એક વર્ષ 2003 દરમિયાન રિલીઝ થયી હતી.

આજે પ્રિયંકા ચોપરા એક ઇન્ટરનેશનલ સ્ટાર છે. એક વાત છે જે પ્રિયંકાને બધા કરતા અલગ લાવે છે તે તેનું બોલ્ડ સ્ટેટમેન્ટ છે. તેમને ઘણીવાર એટલા બોલ્ડ નિવેદનો આપ્યા છે કે ઘણા લોકોની બોલતી બંધ થઇ ગયી. જુઓ પ્રિયંકા ચોપરાના એવા જ કેટલાક નિવેદનો...

લોકો મારાથી ડરે છે

લોકો મારાથી ડરે છે

પ્રિયંકાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘લોકો મારાથી થોડા ડરે છે. મેં એવી પરિસ્થિતિનો પણ સામનો કર્યો છે, જ્યારે મને ફિલ્મમાંથી બહાર ફેંકી દેવામાં આવતી હતી, કારણ કે કોઇની ગર્લફ્રેન્ડનું નામ રેકમેન્ડ કરવામાં આવ્યું હતું.'

પાવરફુલ માણસો

પાવરફુલ માણસો

મેં ઓલરેડી ફિલ્મ સાઇન કરી દીધી હતી, પરંતુ હીરો કે ડાયરેક્ટરની ગર્લફ્રેન્ડ માટે મને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારે હું એ અંગે કંઇ નહોતી કરી શકી. છેલ્લી ઘડીએ ફિલ્મ મારા હાથમાંથી નીકળી ગઇ, કારણ કે મેં ક્યારેય ગણતરીપૂર્વક પાવરફુલ માણસોનો સંગાથ મેળવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ

થોડા સમય પહેલાં એક શોમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, ‘આ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. પુરૂષોએ પણ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.' એ સમયે શોના કો-હોસ્ટ રિત્વિક ધનજાનીએ પ્રિયંકાના સ્ટેટમેન્ટને સમર્થન આપ્યું હતું.

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેણે વર્ષો પહેલાં એક ફેરનેસ ક્રીમની એડમાં કામ કર્યું હતું, જેનો તેને ખૂબ અફસોસ છે. તેણે કહ્યું હતું કે, 'શ્યામ વાન ધરાવતી ઘણી યુવતીઓ પર તેમના વાન બદલ સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે. ભારતમાં સ્કિન-લાઇટનિંગ ક્રીમની એડમાં કહેવાય છે કે, માત્ર એક અઠવાડિયમાં તમારો વાન ગોરો થઇ જશે.'

બ્લેક હૂડી જેકેટ

બ્લેક હૂડી જેકેટ

આ શો પર પ્રિયંકા પોતાનું ફેવરિટ બ્લેક હૂડી જેકેટ લઇને પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, આ હૂડી જેકેટ તેના એક્સ બોયફ્રેન્ડનું છે, જે તે પ્રિયંકાના ઘરે ભૂલી ગયો હતો. પ્રિયંકાએ આ ચેટ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અંગે અનેક હિંટ આપી હતી.

જેકેટ પાછળની સ્ટોરી

જેકેટ પાછળની સ્ટોરી

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેણે આ જેકેટ હજુ પોતાની પાસે કેમ રાખ્યું છે? શું તેને આ જેકેટ જોઇ તેનો એક્સ બોયફ્રેન્ડ યાદ આવે છે? તો તેણે જણાવ્યું કે, બિલકુલ નહીં. આ હવે મારું જેકેટ છે. રિલેશનશિપમાં ઘણીવાર વસ્તુઓ એક્સચેન્જ થઇ જાય છે. આ જેકેટ હવે એક રીતે મારું જ બની ગયું છે.

મારી મારીને બદલો

મારી મારીને બદલો

જો કોઈએ પણ મને દગો આપ્યો તો તેને મારી નાખીશ. જો હું કોઈ સંબંધમાં છું તો તેમાં દગાબાઝી ની કોઈ જ જગ્યા નથી.

છોકરા જોઈએ છે પરંતુ પતિ નહિ

છોકરા જોઈએ છે પરંતુ પતિ નહિ

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેને છોકરા સાથે પ્રેમ છે. પરંતુ પતિ માટે તે હજુ તૈયાર નથી. એટલા માટે તેને બાળકો તો જોઈએ છે પરંતુ પતિ નહિ.

હીરા જેવો પતિ પરંતુ હીરા ખરીદવાવાળો નહિ

હીરા જેવો પતિ પરંતુ હીરા ખરીદવાવાળો નહિ

મને હીરા જેવો પતિ જોઈએ છે. પરંતુ હીરા ખરીદવાવાળો પતિ નથી જોઈતો. એટલું તો તે પોતે પણ ખરીદી શકે છે તેના માટે તેને પતિ નથી જોઈતો.

પેન્ટ ને બદલે લેંગીસ

પેન્ટ ને બદલે લેંગીસ

એટલું જ નહિ પરંતુ પેન્ટ ને બદલે લેંગીસ પહેરવા પર પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેઓ એવું ત્યારે જ કરી શકે જયારે લેંગીસ શરીરથી ચોટેલું ના હોય.

આત્મહત્યા

આત્મહત્યા

પ્રિયંકા ચોપરા ઘણા બોલ્ડ નિવેદનો આપી ચુકી છે. પ્રિયંકાએ તેના આત્મહત્યા વાળા નિવેદન પર કહ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલા હું એનું જ ગળું દબાવીને મારી નાખું જે મને તેમાં માટે મજબુર કરે.

English summary
Happy Birthday Priyanka Chopra - boldest statements on Bra, Boys and Bedroom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X