Rajkummar Rao Birthday: રાજકુમાર રાવ 39 વર્ષની ઉંમરે લક્ઝરી લાઈફ, કરોડોની સંપત્તિના છે માલિક, કુલ નેટવર્થ
Rajkummar Rao Net Worth: બૉલિવુડ એક્ટર રાજકુમાર રાવની ગણતરી સુપરસ્ટાર્સમાં થાય છે. તેણે પોતાના દરેક પાત્રને ચાહકો માટે યાદગાર બનાવ્યા છે. આજે એટલે કે 31 ઓગસ્ટ 2023ના રોજ આ સુપરસ્ટારનો 39મો જન્મદિવસ છે.
અભિનેતાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'રણ'થી કરી હતી. આ પછી તેણે ઘણી મહેનત કરી અને ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયુ. રાજકુમાર રાવ આટલી નાની ઉંમરમાં કરોડોના માલિક છે. આવો જાણીએ તેમની કુલ નેટવર્થ વિશે.

આ વર્ષે રાજકુમાર રાવ 39 વર્ષના થઈ ગયા છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 81 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ કરવા માટે 5થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય રાજકુમાર રાવ બ્રાન્ડ એડથી પણ કરોડોની કમાણી કરે છે. તેમની વાર્ષિક આવક રૂ. 6 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
રાજકુમાર રાવની ગણતરી ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં થાય છે. તેની પાસે મુંબઈમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ તેની મિલકતો છે. જોકે, જ્હાન્વીએ આ એપાર્ટમેન્ટ રાજકુમાર રાવને 44 કરોડ રૂપિયામાં વેચી દીધું હતું. 3,456 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ રૂ. 1.27 લાખ પ્રતિ ચોરસ ફૂટ છે.
રાજકુમાર રાવને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. અભિનેતાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે 80 લાખ રૂપિયાની કિંમતની Audi Q7 છે. આ સિવાય 37.96 લાખ રૂપિયાની મર્સિડીઝ CLA 200 અને 19 લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન ફેટ બોય બાઇક છે.












Click it and Unblock the Notifications
