Happy Birthday Sunny Deol: ફિલ્મો ઉપરાંત સાઈડ બિઝનેસથી પણ કમાય છે, જાણો કેટલી સંપત્તિના માલિક છે સની દેઓલ

Sunny Deol Net Worth: બૉલિવુડ એક્ટર સની દેઓલ આજે એટલે કે 19 ઓક્ટોબરે પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઈ હતી. જેણે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

આ પ્રખ્યાત અભિનેતાએ ખ્યાતિની સાથે ઘણી સંપત્તિ પણ કમાઈ છે. સની દેઓલના જન્મદિવસ પર, આવો જાણીએ કે તેમની કુલ નેટવર્થ કેટલી છે.

Sunny Deol

રિપોર્ટસ મુજબ સની દેઓલની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 10-15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તેઓ દરેક એડ માટે 2થી 3 કરોડ રૂપિયા પણ લે છે. સની દેઓલની માસિક કમાણી 1 કરોડ રૂપિયા છે અને તે મુજબ તે વર્ષમાં લગભગ 12 કરોડ રૂપિયા કમાય છે.

આ સિવાય દેઓલ્સ પરિવારનું પોતાનું પ્રોડક્શન હાઉસ વિજયતા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ છે. જેના પરથી બેતાબ, ઘાયલ, બરસાત જેવી ફિલ્મો બની હતી. અભિનેતાએ આમાંથી સારી એવી કમાણી પણ કરી હતી. આ સિવાય અભિનેતાએ રેસ્ટોરાં અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી છે. આ સિવાય સની દેઓલ પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે જેની કિંમત 6 કરોડ રૂપિયા છે. તેમની પાસે માત્ર દેશમાં જ નહીં પરંતુ ઈંગ્લેન્ડમાં પણ રિયલ એસ્ટેટ મિલકત છે.

આ સિવાય સની દેઓલ લક્ઝરી કારનો પણ શોખીન છે. અભિનેતા પાસે રેન્જ રોવર, પૉર્શ અને ઓડી A8 જેવી મોંઘી કાર છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગદર 2ની સફળતા બાદ અભિનેતાને ઘણા પ્રોજેક્ટ મળ્યા છે. સની દેઓલે ઘણી ફિલ્મો સાઈન કરી છે જેની જાહેરાત તે ટૂંક સમયમાં કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X