Happy Birthday : માત્ર કામ સાથે શુદ્ધ દેસી રોમાંસ કરે છે પરિણીતી

મુંબઈ, 22 ઑક્ટોબર : અદાએં બડ઼ી ફંકી, કરે હૈ નૌટંકી, યે છોડ઼ી બડ઼ી ડ્રામા ક્વીન હૈ. હા જી, અમે વાત કરી રહ્યા છીએ બૉલીવુડના ડ્રામા ક્વીન પરિણીતી ચોપરાની કે જેમણે છેલ્લા ત્રણ વર્ષોમાં બૉલીવુડમાં એક મહત્વનું સ્થાન હાસલ કર્યું છે. માત્ર બૉલીવુડ જ કેમ, પરિણીતીએ પોતાના ફૅન્સ હૃદયમાં પણ વિશેષ સ્થાન બનાવ્યું છે. ગર્લ નેક્સ્ટ ડોરવાળી પર્સનાલિટી અને આંખો વડે જાદૂ પાથરનાર પરિણીતીએ આ ત્રણ વર્ષોમાં વધારે ફિલ્મો તો નથી કરી, પણ પોતાની આગામી ફિલ્મ અંગે ખૂબ ચર્ચાઓમાં રહ્યાં.

આજે પરિણીતી ચોપરાનો જન્મ દિવસ છે. તેઓ 26 વર્ષના થઈ ગયાં છે. આપને બતાવવા જઈ રહ્યા છીએ પરિણીતી ચોપરા અંગેની કેટલીક એવી દિલકશ અને રસપ્રદ બાબતો કે જે તેમને બાકીની અભિનેત્રીઓથી જુદી પાડે છે.

તો ફેરવો સ્લાઇડર અને જાણો ફંકી ગર્લ પરિણીતી ચોપરા વિશે :

નો ફિટનેસ ફિકર

નો ફિટનેસ ફિકર

છેલ્લા પાંચ વર્ષોમાં આવેલી તમામ અભિનેત્રીઓની સરખામણીમાં પરિણીતી બહુ હૅલ્થી છે, પણ અમને કહેવામાં કોઈ વાંધો નથી કે તેમની આવી પર્સનાલિટીના લાખો ફૅન્સ છે અને આ જ બાબત તેમને બીજા કરતા જુદી બનાવે છે. ઝીરો ફિગર વગર પણ પરિણીતી લોકોના દિલો પર રાજ કરે છે.

આંખોનો જાદૂ

આંખોનો જાદૂ

પરિણીતીની આંખો કદાચ બૉલીવુડની સૌથી સુંદર આંખોમાં છે. આંખોથી અદાકારી કરવાની કળા તેમને બીજા કરતા જુદી પાડે છે. શરારતી દેખાવું કે ઇમોશનલ થવું, પરિણીતીની આંખો બધુ બોલી દે છે. એટલુ જ નહીં, માઝાની એડમાં પણ પરિણીતીની આંખોની અદાકારી પર વધુ ફોકસ કરાયું છે.

ઇંડિયન લાગે છે પરિણીતી

ઇંડિયન લાગે છે પરિણીતી

પરિણીતી કોઈ વિદેશી બાળા જેવા નથી, પણ 100 ટકા હિન્દુસ્તાની દેખાય છે. પરિણીતી ભલે બીજા પરિધાનોમાં પણ બહુ આકર્ષક દેખાય છે, પણ ભારતીય લુક તેમની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડી દે છે. ઇશકઝાદે તથા દાવત એ ઇશ્કમાં તેમનો લુક લોકોને ખૂબ ગમ્યો હતો.

હોંશિયાર વિદ્યાર્થિની પરિણીતી

હોંશિયાર વિદ્યાર્થિની પરિણીતી

પરિણીતી ચોપરા અભ્યાસમાં બહુ સારા હતાં. 12મા ધોરણની એક્ઝામમાં તેમણે આખા દેશમાં ટૉપ કર્યુ હતું અને તે બદલ તેમને રાષ્ટ્રપતિ તરફથી સન્માન મળ્યુ હતું. પરિણીતીએ બિઝનેસ, ફાઇનાંસ તથા ઇકોનૉમિક્સમાં ડિગ્રી પણ હાસલ કરી છે. પરિણીતીએ યશ રાજ બૅનર્સ માટે એક્ઝીક્યુટિવ પૉઝિશને કામ કર્યુ છે, પરંતુ પછી તેમને લાગ્યું કે તેમણે એક્ટિંગ ક્ષેત્રે ટ્રાય કરવું જોઇએ.

અદા ક્વીન

અદા ક્વીન

પરિણીતીએ છેલ્લા ત્રણ વર્ષોમાં માત્ર 5 ફિલ્મો કરી છે અને તેમની આગામી ફિલ્મ કિલ દિલનો લોકોને ઇંતેજાર છે. રસપ્રદ વાત એ છે કે આ પાંચ ફિલ્મો દરમિયાન ભાગ્યે જ પરિણીતીએ કોઈ રોલ દોહરાવ્યોહશે. કોઈ ફિલ્મમાં તેઓ ફંકી બન્યા, તો કોઈકમાં રોમાંસ કર્યો. એટલુ જ નહીં, દાવત એ ઇશ્કમાં મન મૂકીને મિજબાની પણ માણી.

પારિવારિક પરિણીતી

પારિવારિક પરિણીતી

પરિણીતી ચોપરા અંબાલાથી આવ્યા છે. તેથી તેઓ પારિવારક મૂલ્યો સારી રીતે જાણે છે. પોતાના પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા અંગે પણ તેઓ ખૂબ પોઝેસિવ છે. પ્રિયંકા-પરિણીતી ભલે એક જ ક્ષેત્રે હોય, પણ ક્યારેય એક-બીજા માટે કટુ વાક્યો નથી બોલતાં.

સ્ટ્રૉંગ જવાબ આપે છે

સ્ટ્રૉંગ જવાબ આપે છે

મીડિયાને ફેસ કરવામાં પરિણીતી ક્યારેય નથી ખચકાતાં. મીડિયાને આપેલા તેમના જોરદાર જવાબો પણ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થાય છે. પોતાના મજબૂત જવાબો માટે પરિણીતીની લોકો પ્રશંસા કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X