Preview : શું સાચે જ હૅપ્પી એન્ડિંગ રહેશે હૅપ્પી એન્ડિંગનું..?

મુંબઈ, 20 નવેમ્બર : સૈફ અલી ખાનની તાજેતરમાં જ રિલીઝ થયેલી હમશકલ્સ ફિલ્મે બૉક્સ ઑફિસે પછડાટ ખાધી હતી. હવે સૈફને કદાચ આ વાતનો વિશ્વાસ થઈ ગયો છે કે તેમણે પોતાની વિચારસરણી તથા પોતાની સમજણ મુજબ જ ફિલ્મો કરવી જોઇએ. તેથી તેઓ ફરી એક વાર રિલેશનશિપ તેમજ કમિટમેંટ પર આધારિત હૅપ્પી એન્ડિંગ ફિલ્મ લઈને આવ્યા છે.

હૅપ્પી એન્ડિંગની વાર્તા કંઇક એવી છે કે સૈફને ઇલિયાના સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ રોમાંટિક નોવેલ્સ લખનાર ઇલિયાનાને પ્રેમ અને કમિટમેંટ પર ભરોસો નથી. બીજી બાજુ કલ્કી કોચલીન સૈફના એક્સ ગર્લફ્રેન્ડના રોલમાં છે. તેઓ માને છે કે તેઓ હજી પણ સૈફ સાથે રિલેશનશિપમાં છે.

ચાલો જાણીએ હૅપ્પી એન્ડિંગ સાથે જોડાયેલી પાંચ ખાસ વાતો :

વાર્તા

વાર્તા

હૅપ્પી એન્ડિંગની વાર્તા ખૂબ જ સુંદર રીતે લખાઈ છે. ફિલ્મની વાર્તામાં સંબંધો, પ્રેમ, કમિટમેંટ જેવી બાબતોને બહુ સુંદર રીતે રજૂ કરાઈ છે.

પાત્રો

પાત્રો

હૅપ્પી એન્ડિંગના પાત્રો ખૂબ જ રસપ્રદ છે. સૈફનું પાત્ર એવું છે કે જેની સૂરત અને હાવભાવ જોઈને જ આપને હસવુ આઈ જશે. ઇલિયાનું પાત્ર એવુ છે કે જે છોકરી હોવા છતા ખૂબ અલગ છે. તેને પ્રેમ અને કમિટમેંટ ઉપર ભરોસો નથી.

ગેસ્ટ અપીરિયંસ

ગેસ્ટ અપીરિયંસ

હૅપ્પી એન્ડિંગમાં ઘણા ગેસ્ટ અપીરિયંસિસ છે. કરીના કપૂર, પ્રીતિ ઝિંટા, ગોવિંદા વિગેરે કૅમિયો કરતા નજરે પડશે.

સંગીત

સંગીત

હૅપ્પી એન્ડિંગના ગીતો બહુ બહેતરીન છે. મિલિયા મિલિયા..., જૈસે તેરા મૈં વૈસે મેરા તૂ... ગીતો લોકોને બહુ ગમી રહ્યા છે.

કાસ્ટિંગ

કાસ્ટિંગ

ફિલ્મનું કાસ્ટિંગ પણ સુંદર છે. સૈફ, ઇલિયાના, કલ્કી, ગોવિંદા જેવા કલાકારો છે કે જે રસપ્રદ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X