VIDEO/PICS : અડધી રાત્રે લૉન્ચ થયું HNYનું ગીત મનવા લેંગે અને ફૅન્સની ઉંઘ ઉડી ગઈ...
મુંબઈ, 10 સપ્ટેમ્બર : ગઈકાલે રાત્રે 12 વાગતા જ એક બાજુ મોબાઇલ ફોનના દીવાનાઓની ઉંઘ ઉડી ચુકી હતી, કારણ કે અમેરિકામાં એપ્પલ કમ્પની આઈફોન 6 લૉન્ચ કરી રહી હતી, તો બીજી બાજુ ભારતમાં પણ લોકોની ઉંઘ ઉડી ગઈ હતી, કારણ કે કિંગ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરનું ગીત મનવા લેંગે... રિલીઝ થઈ રહ્યુ હતું.
શાહરુખ ખાને ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું ગીત મનવા લેંગે... યૂટ્યુબ લિંક ટ્વિટર પર શૅર કર્યું અને પછી તેમના ફૅન્સ આ ગીતને સોશિયલ મીડિયા પર સતત પ્રમોટ કરવા માંડ્યાં.
હૅપ્પી ન્યુ ઈયરના આ ગીતમાં શાહરુખ ખાનના હૉટ એટ પૅક ઍબ્સ દર્શાવાયાં છે. શાહરુખ ખાન ખૂબ જ હૉટ નજરે પડે છે. ગીતના એક સીનમાં શાહરુખનો શર્ટ આગની જ્વાળાઓમાં લપેટાયેલો છે અને શાહરુખના ઍબ્સ પ્રદર્શિત થઈ રહ્યાં છે.
મનવા લેંગે... ગીતમાં દીપિકા પાદુકોણે પણ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ગીતના એક દૃશ્યમાં શાહરુખના પેટેંટ ડાન્સ સ્ટેપ એટલે કે બંને હાથ ખોલીને ઊભા રહેવાની સ્ટાઇલ દીપિકાને શીખવાડાતા જોઈ શકાય છે. ગીત અરિજીત સિંહે ગાયું છે.
ચાલો આપને બતાવીએ મનવા લેંગે... ગીતની તસવીરી ઝલક અને વીડિયો :

ફર્સ્ટ લુક
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના ગીત મનવા લેંગે...માં દીપિકા પાદુકોણેનો ફર્સ્ટ લુક.

અડધી રાત્રે લૉન્ચ
શાહરુખ ખાને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું ગીત મનવા લેંગે... ગઈકાલે અડધી રાત્રે લૉન્ચ કર્યું.

ફૅન્સ થયા ઘેલા
મનવા લેંગે... ગીત લૉન્ચ થતાં જ શાહરુખના ફૅન્સ ઘેલા થઈ ગયાં અને સોશિયલ સાઇટ્સ પર તેનું પ્રમોશન શરૂ કરી દીધું.

શાહરુખના ઍબ્સ
મનવા લેંગે... ગીતમાં શાહરુખ ખાને પોતાના 8 પૅક્સ ઍબ્સનું મન મૂકીને પ્રદર્શન કર્યું છે.

બ્યુટીફુલ દીપિકા
મનવા લેંગે... ગીતમાં દીપિકા પાદુકોણે પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

હૉટ શાહરુખ
ગીતના એક સીનમાં શાહરુખનો શર્ટ આગની જ્વાળાઓમાં લપેટાયેલો છે અને શાહરુખના ઍબ્સ પ્રદર્શિત થઈ રહ્યાં છે.

શાનદાર જોડી
ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ દીપિકા-શાહરુખની શાનદાર જોડી ત્રીજી વખત હૅપ્પી ન્યુ ઈયરમાં દેખાશે.

અભિષેક બચ્ચન
મનવા લેંગે... ગીતમાં અભિષેક બચ્ચન પણ દેખાય છે.

બોમન-સોનૂ
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં બોમન ઈરાની અને સોનૂ સૂદ પણ મહત્વની ભૂમિકાઓમાં છે.

દીવાળીએ રિલીઝ
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આ દીવાળીએ રિલીઝ થવાની છે.
માણો મનવા લેંગે... ગીત
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું મનવા લેંગે... ગીત માણવા માત્ર સ્લાઇડર પર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
