Pics : લીડ રોલ નહીં, માત્ર આયટમ સૉંગ કરશે મલાઇકા!
મુંબઈ, 10 ઑક્ટોબર : છંઇયા છંઇયા... અને મુન્ની બદનામ હુઈ... જેવા આયટમ સૉંગ માટે જાણીતા મલાઇકા અરોરા ખાન હવે લીડ રોલ સાથે કદાચ રૂપેરી પડદે નહીં દેખાય. તેઓ કહે છે કે તેઓ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ખુશ છે અને તેમનું લીડ રોલ સાથે અભિનય ક્ષેત્રે કમબૅક કરવાનું કોઈ આયોજન નથી. તેઓ આયટમ સૉંગ કરવાનું ચાલુ રાખશે.
વર્ષ 2010માં આવેલી દબંગ ફિલ્મ સાથે નિર્માતા બનેલા 39 વર્ષીય મલાઇકાએ નેચરલ્સ માર્વી લાઉંજના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હવે હું ફિલ્મો બનાવવાનો આનંત ઉઠાવી રહી છું. હું નિર્માત્રી બની સાચે જ ખૂબ આનંદિત છું. આ જીવનનો ખૂબ અલગ પાસુ છે. તેથી મને ગમી રહ્યું છે. મને અભિનયમાં રસ નથી.
મલાઇકા અરોરા ખાને દિલ સે ફિલ્મમાં શાહરુખ ખાન સાથે છંઇયા છંઇયા... આયટમ સૉંગ કર્યુ હતું. તે પછી 2010માં આવેલી દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેઓ દબંગ 2માં પણ ફેવીકૉલ સે... આયટમ સૉંગમાં કરીના કપૂર સાથે નજરે પડ્યા હતાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહ્યું મલાઇકાએ :

નિર્માણ ક્ષેત્રે ખુશ છું
વર્ષ 2010માં આવેલી દબંગ ફિલ્મ સાથે નિર્માતા બનેલા 39 વર્ષીય મલાઇકાએ નેચરલ્સ માર્વી લાઉંજના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હવે હું ફિલ્મો બનાવવાનો આનંત ઉઠાવી રહી છું.

બિચ્છૂ, કાંટે, હાઉસફુલ
મલાઇકા અરોરા ખાને બિચ્છૂ, કાંટે અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.

છંઇયા છંઇયા
દિલ સે ફિલ્મમાં શાહરુખ ખાન સાથે ટ્રેન ઉપર કરેલું છંઇયા છંઇયા... આયટમ સૉંગ મલાઇકા અરોરા ખાનને પ્રસિદ્ધિ અપાવી ગયું.

મુન્ની બદનામ
મલાઇકાએ દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગ કર્યું. આ આયટમ સૉંગ સુપરહિટ રહ્યું.

ડાન્સ સાથે પ્રેમ
મલાઇકાએ જણાવ્યું - હું ડાન્સને પ્રેમ કરુ છું અને તે ચાલુ રાખીશ. એટલે કે મલાઇકા આયટમ સૉંગ કરવા ચાલુ રાખશે. તેઓ નિર્માણ ક્ષેત્રે ખુશ છે.

નિર્માણમાં વ્યસ્ત
મલાઇકા કહે છે - હાલ અમે ફિલ્મ નિર્માણમાં ખૂબ જ વ્યસ્ત છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે હું કંઈ બીજુ નથી કરવા માંગતી. મલાઇકાની આગામી ફિલ્મ નિર્માણ માટે તૈયાર છે અને કદાચ તે 2013ના અંતે કે પછી આવતા વર્ષે રિલીઝ થશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
