નતાશા પહેલા આ બોલિવૂડ સુંદરીઓને ડેટ કરી ચુક્યો છે હાર્દિક પંડ્યા

ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા અને તેની વાઈફ નતાશા વચ્ચે બધુ બરાબર નથી અને બન્ને ડિવોર્સ લેવા જઈ રહ્યાં છે.

આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને ભારે ટ્રોલિંગનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલી ગોની સાથે નતાશાના અફેરની વાત કરી રહ્યા છે. અલી ગોની અને નતાશાના કેટલાક જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

Hardik Pandya EX Girlfriend

આ બધા વચ્ચે ઘણા લોકો હાર્દિક પંડ્યાના ભૂતકાળના સંબંધો વિશે પણ કરી રહ્યાં છે. નતાશા પહેલા હાર્દિક પંડ્યાનું નામ ત્રણ મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.

લીશા શર્મા
હાર્દિક પંડ્યા અને કોલકાતાની મોડલ લીશા શર્માનું અફેર હતું. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. અહેવાલ મુજબ, તેમના સંબંધો એટલા માટે તૂટી ગયા કારણ કે બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતા હતા.

હાર્દિકે સાર્વજનિક રીતે કોલકાતાની મોડલ લીશા શર્માને ડેટ કરી હતી, તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

એલી અવરામ
હાર્દિક પંડ્યાએ બિગ બોસ સ્ટાર એલી અવરામને પણ ડેટ કરી ચુક્યો છે. હાર્દિક પંડ્યા અને અલી અવરામ સાથે લગ્નના ફંક્શનમાં ગયા હતા. જ્યાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ પહોંચ્યો હતો. ત્યારે હાર્દિકની એલી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

તેણે એલી અવરામને તેના ભાઈ કૃણાલ પંડ્યાના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ તે પછી પણ તેમના સંબંધો તૂટી ગયા.

એશા ગુપ્તા
અભિનેત્રી એશા ગુપ્તા અને હાર્દિક પંડ્યા એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારથી એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાર્દિક અને ઈશા વચ્ચેના રોમાન્સ અંગે પણ અટકળો ચાલી રહી હતી. જો કે આ મામલે તેમણે મૌન જાળવી રાખ્યું હતું.

ઉર્વશી રૌતેલા
હાર્દિક પંડ્યાનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. એવી અફવાઓ હતી કે તેમના સંબંધો ગાઢ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું લખવામાં આવ્યું હતું કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વધારે હતું.
ઉર્વશી રૌતેલા, એશા ગુપ્તા અને એલી અવરામ હાલમાં બોલિવૂડમાં સક્રિય છે. લીશા શર્મા મોડલિંગ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X