ઐશ્વર્યા રાયની લાડલી આરાધ્યાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે? જાણો શું છે બદલાયેલા લુક પાછળનું રહસ્ય?
હાલમાં જ જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં ઐશ્વર્યા રાયની લાડલી દિકરી આરાધ્યાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
અંબાણી ફેમિલી ફંક્શનમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચનનો નવો લૂક જોવા મળ્યો હતો. તેના આ લુકે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.

પહેલા તે હંમેશા એક જ હેરસ્ટાઈલ સાથે જોવા મળતી હતી, આ વખતે માત્ર તેની સ્ટાઈલ જ નહીં પરંતુ તેનો આખો લુક બદલાયેલો જોવા મળ્યો હતો.
આરાધ્યા બચ્ચનનો નવો લુક જોઈને લોકો તેની તુલના ઐશ્વર્યા રાય સાથે કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો આરાધ્યાને પ્લાસ્ટિક સર્જરીની દુકાન પણ કહીને ટ્રોલ કરી રહ્યા છે.
ઈન્ટરનેટ પર ચર્ચા છે કે આરાધ્યાએ નાક અને હોઠની સર્જરી કરાવી છે. આટલું જ નહીં, કેટલાકે એવો પણ દાવો કર્યો હતો કે આરાધ્યાએ તેના ચહેરા પર ત્વચાને સફેદ કરવાની ટ્રીટમેન્ટ લીધી છે.
આરાધ્યાની તુલના તેના પ્રથમ લુક સાથે કરીએ તો તેની ત્વચા એકદમ શ્યામ હતી. તે દરેક વખતે તેની માતા સાથે એક જ હેરસ્ટાઇલમાં જોવા મળતી હતી.
આ પહેલીવાર હતું જ્યારે તે બદલાયેલા લૂક સાથે કોઈ ઈવેન્ટમાં પહોંચી હતી. હવે તેણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે નહીં તે અંગે હાલ કંઈ કહી શકાય નહીં.
જણાવી દઈએ કે, 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન હતું. જેમાં આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાને પહેલીવાર સ્ટેજ પર એક સાથે ડાન્સ કર્યો.
લાંબા સમય બાદ ચાહકોને આ નજારો જોવા મળ્યો. આ સિવાય વિશ્વ પ્રસિદ્ધ પોપ સ્ટાર રિહાનાએ પોતાનું જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
